જૂનાગઢ શહેર-જીલ્લામાં ઠેર ઠેર જુગાર દરોડા - ૭ મહિલા સહિત ૪૬ પત્તાપ્રેમી ઝડપાયા

જૂનાગઢ શહેર-જીલ્લામાં ઠેર ઠેર જુગાર દરોડા - ૭ મહિલા સહિત ૪૬ પત્તાપ્રેમી ઝડપાયા
AI Image

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.૩૧
જૂનાગઢ શહેર-જીલ્લામાં પોલીસે જુગાર અંગે દરોડાઓ પાડવામાં આવ્યા છે જેમાં જૂનાગઢના જલારામ સોસાયટી, જાેષીપરાના અંબીકાનગર તેમજ વાડલા ફાટક નજીક આવેલ રાધીકા ટાઉનશીપમાં ચાલતા ૩ જુગારધામો સહિત જાહેરમાં જુગાર રમતા ૭ મહિલા સહિત ૪૬ જુગારીઓને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે. 
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર બી ડીવીઝન પોલીસે તળાવ દરવાજા નજીક જલારામ સોસાયટીમાં આવેલ રોઝવુડ એપાર્ટમેન્ટના બ્લોક નં.૪૦રમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી જુગારધામ સંચાલક લખન જગદીશ રાજા સહિત જુગાર રમવા આવેલ ધર્મેશ સંજય જાેષી, જીતુ નારણ પ્રિતમણી, જીજ્ઞેશ ઉર્ફે જીગો ચંદુભાઈ કડીવાર, પ્રિયંક ખુશાલ રૂપારેલ, ધર્મેશ પ્રકાશ જીવનાણી અને દેવાંગ અશોક રામચંદાણીને રૂા.પર૧૦૦ રોકડ સહિત ૭ મોબાઈલ મળી કુલ રૂા.૧,રર,૧૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ જયારે અન્ય દરોડામાં બી ડીવીઝન પોલીસે જાેષીપરા વિસ્તારમાં આવેલ અંબીકાનગર સોસાયટીના બ્લોક નં.૧પમાં રહેતા પદમાબેન વિનોદભાઈ આહુજાએ વિનોદભાઈ પંજુમલ આહુજાને બહારથી માણસો બોલાવી જુગારધામ ચાલુ કરી નાલ ઉઘરાવી જુગાર ધામ ચલાવતા ઝડપાયેલ, આ દરોડામાં જુગાર રમવા આવેલ દેવન કલ્યાણ ટોપરાણી, ક્રિષ્ના ઉર્ફે કાનો નીતેશ અછડા, હીરેન વિનોદ આહુજા, ગીરીશ નરોતમ જેઠાણી, પ્રિતીબેન વિનોદભાઈ કટારીયા રૂા.૧પ૮૦૦ રોકડ સહિત ૬ મોબાઈલ મળી કુલ રૂા.૬૬૮૦૦ના મુદ્દામાલ સાથે ઝડપાતા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી છે. જયારે વંથલી પોલીસે વાડલા ફાટક નજીક આવેલ રાધીકા ટાઉનશીપમાં જનીત મગનભાઈ સોઢાએ પોતાની સાળીના ભાડાના રહેણાંક બ્લોકમાં બહારથી માણસો બોલાવી જુગારધામ ચાલું કર્યું હોવાની બાતમીના આધારે દરોડો પાડી જનીત મગન સોઢા સહિત જુગાર રમવા આવેલ હરીલાલ લક્ષ્મીદાસ ડોલાસીયા, હાર્દિક હરીલાલ ડોલાસીયા, શાંતીલાલ વશરામ ટાંક,લલીત વશરામ ટાંક, દિપક ધીરજલાલ ઠાકર, પરેશ પરષોતમ મુરાણી, રાજેશ વાલજી સોઢાતર, રૂપનારાયણ હરસુખલાલ ભટ્ટને રૂા.૧,૧૩,૭૪૦ રોકડ સહિત ૬ મોબાઈલ, ૧ મોટર સાયકલ, ૧ ફોર વ્હીલ કાર મળી કુલ રૂા.૩,૦૯,ર૪૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે. એ ડીવીઝન પોલીસે ધરાનગર કોળીવાડા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ગુલમહમદ હુશેન દલ, સંજય કાળા રાઠોડ, સલીમ ઈકબાલ સેખાણી, કાસમ નુરમહંમદ પલેજા, યુનુસ ઈબ્રાહીમ દલ, મુના અરભમ ઓડેદરા, ભરત કેશવ કેસવાલા, સબાનાબેન ઈકબાલ સેખાણી, રોશનબેન જુસબ હાલેપોત્રાને રૂા.૧૯ર૩૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ જયારે કેશોદ પોલીસે બાવા સીમરોલી ગામે જાહેરમાં જુગાર રમતા વિજાણંદરાણા કાથડ, કાંતીલાલ હીરા સોંદરવા, જીવરાજ દેવશી મકડીયા, અશોક ઉકા બારીયા, મીત મધેશ સોંદરવાને રૂા.ર૪૮૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ જયારે માણાવદર પોલીસે બસ સ્ટેશન સામે રાવલપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા જેન્તી બાબુ રાઠોડ, હિતેષ લખમણ મકવાણા અને ઈશુબ ઉર્ફે અબો મહંમદદ મલેકને રૂા.૩પ૭૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ તેમજ વિસાવદર પોલીસે ગાયત્રી પ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા પ્રતાપ જીવકુ વાળા, મીત જયેશ માણેક, નીતાબેન નાગજી હુંબલ, દક્ષાબેન પ્રતાપભાઈ વાળા, નીતાબેન મુકેશભાઈ તલસાણીયાને રૂા.૧૦૩૩૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ.