બંગાળની ખાડીમાં વધુ એક શક્તિશાળી વાવાઝોડુ ‘દિતવાહ’ સક્રીય
(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૮ :
ભારતીય હવામાન વિભાગ એ જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં વધુ એક શક્તિશાળી વાવાઝોડું ‘દિતવાહ‘ સક્રિય થઈ ગયું છે. આ નવા ચક્રવાતી સિસ્ટમને પગલે પાંચ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુરુવારે બંગાળની ખાડીમાં સર્જાયેલું ઊંડું દબાણ હવે ચક્રવાત ‘દિતવાહ‘માં પરિવતિર્ત થઈ ગયું છે. આ વાવાઝોડાની સૌથી વધુ અસર દક્ષિણ ભારતના તટીય વિસ્તારોમાં જોવા મળશે. ચક્રવાત દિતવાહના કારણે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં અતિભારે વરસાદની સંભાવના છે.


