બાબા બરફાનીની પ્રથમ તસ્વીર સામે આવી : ભક્તોમાં ભારે ઉત્સાહ

બાબા બરફાનીની પ્રથમ તસ્વીર સામે આવી : ભક્તોમાં ભારે ઉત્સાહ

(એજનસી)    શ્રીનગર,તા.૧૫:
પવિત્ર અમરનાથ યાત્રા ૨૦૨૬ની સત્તાવાર શરૂઆતને હજુ વાર છે, પરંતુ પવિત્ર ગુફામાંથી બાબા બરફાનીની પ્રથમ તસવીર સામે આવતાં જ શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વખતે બરફથી બનેલું શિવલિગ અત્યંત ભવ્ય અને પૂર્ણ આકારમાં જોવા મળ્યું છે, જેને ભક્તો અત્યંત શુભ સંકેત માની રહ્યા છે. વર્ષ ૨૦૨૬માં અમરનાથ યાત્રાનો પ્રારંભ અને અંતની તારીખો જાહેર થઈ ચૂકી છે. ૩ જુલાઈ ૨૦૨૬થી યાત્રાનો પ્રારંભ થશે. ૨૮ ઑગસ્ટ ૨૦૨૬ (રક્ષાબંધનના દિવસે)ના દિવસે યાત્રા પૂર્ણ થશે. આ પવિત્ર યાત્રા કુલ ૫૭ દિવસ સુધી ચાલશે. યાત્રામાં જોડાવા ઇચ્છતા શ્રદ્ધાળુઓ માટે રજિસ્ટ્રેશન એટલે કે નોંધણીની પ્રક્રિયા ૧૫ એપ્રિલ ૨૦૨૬થી શરૂ કરવામાં આવશે. ભક્તો વિવિધ માધ્યમોથી રજિસ્ટ્રેશન કરાવી શકશે.