બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ જૂનાગઢના અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા આયોજિત યુવક સહકારી શિક્ષણ તાલીમ
જૂનાગઢ, તા.ર૦
બહાઉદ્દીન સરકારી વિનયન કૉલેજમાં આચાર્ય ડો. જે. આર. વાંઝા સરના માર્ગદર્શન હેઠળ અર્થશાસ્ત્ર વિભાગ અને જૂનાગઢ જિલ્લા સહકારી સંઘ, ગુજરાત રાજ્ય સહકારી સંઘ, (અમદાવાદ) દ્વારા તારીખ ૧૦/૦૮/૨૦૨૬ થી ૧૫/૦૮/૨૦૨૬ સુધી એક સપ્તાહની “યુવક સહકારી શિક્ષણ તાલીમ વર્ગ”નું આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં ૫૬ વિદ્યાર્થી ભાઇઓ-બહેનોએ ભાગ લીધો હતો. આ તાલીમ, જૂનાગઢ જિલ્લા સહકારી સંઘના ટ્રેનરશ્રી આશ્લેષભાઈ ત્રિવેદી દ્વારા આપવામા આવી હતી.
તાલીમના ભાગરૂપે કોલેજમાં ‘સહકાર વિષય ઉપર વકતૃત્વ સ્પર્ધા’નું પણ આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં કાર્યક્રમ અધ્યક્ષ આચાયર્શ્રી ડો. જે. આર. વાંઝા સર, અતિથિ વિશેષ રાજયભાઈ ઠાકર (એક્ઝીક્યુટીવ ઓફિસર, જૂનાગઢ જિલ્લા સહકારી સંઘ), તથા બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજના વરિષ્ઠ અધ્યાપકશ્રી ડૉ. પી. વી. બારસિયા સર, તથા અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ.દિનાબેન એચ. લોઢીયા તથા ટ્રેનર આશ્લેષભાઈ ત્રિવેદી તથા સહાયક વિરલભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધામાં કુલ ૧૧ વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમ ચૌહાણ પાર્થકુમાર એસ., દ્વિતીય ક્રમ કરમુર નિશાબેન એસ. અને તૃતીય ક્રમ શામળા કવિ જે. એ પ્રાપ્ત કર્યા હતા. આ વિજેતા સ્પર્ધકોને શિલ્ડ આપીને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતમાં અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. દિનાબેન એચ. લોઢીયાએ ઉપસ્થિત સૌનો આભાર માન્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. કપિલ પી. ઘોસિયાએ કર્યું હતું. આ તાલીમ વર્ગને સફળ બનાવવામાં ડૉ. અશ્વિનભાઈ વિંઝુડા તથા રીંકલબેન ચાંડેગરાએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.


