માંગરોળ નજીક હુસેનાબાદ પાસે બંધ ટ્રક સાથે ટેમ્પો ટ્રાવેલર અથડાતા અકસ્માત : ઉતરપ્રદેશના બે બાળકો સહિત નવ યાત્રિકો ઘાયલ
(નિલેશ રાજપરા દ્વારા)
માંગરોળ તા.૧પ
માંગરોળ નજીક હુસેનાબાદ પાસે બંધ ટ્રક સાથે ટેમ્પો ટ્રાવેલર અથડાતા ઉતરપ્રદેશના બે બાળકો સહિત નવ યાત્રિકો ઘાયલ થયા હતા. જે પૈકી ચાર ગંભીર ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે જુનાગઢ રીફર કરાયા હતા. મંગળવારે રાત્રે સોમનાથથી દ્વારકા તરફ દર્શનાર્થે જઈ રહેલા યાત્રિકોને અકસ્માત નડયો હતો. હુસેનાબાદ નજીક બંધ રહેલા ટ્રક પાછળ ટેમ્પો ટ્રાવેલર અથડાતા તેમાં સવાર યાત્રાળુઓની ચીસાચીસથી હાઈવે ગુંજી ઉઠ?યો હતો. બનાવ અંગે જાણ થતાં ઈજાગ્રસ્ત લોકોની મદદે સ્થાનિકો દોડી આવ્યા હતા. યુ.પી.ના જોનપુરના રહેવાસી યાત્રાળુઓને નાની મોટી ઈજાઓ સાથે ૧૦૮ મારફતે સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યાં ઈજાગ્રસ્ત રોનક નિશાત (ઉ.વ. ૨૧), સૌરભ પાંડે (ઉ.વ.૧૩), રીમા નિશાત (ઉ.વ.૧૯), કેસરદેવી નિશાત (ઉ.વ.૪૫), નિશાત સિવાર (ઉ.વ.૧૮)ને સારવાર આપવામાં આવી હતી. જ્યારે ગંભીર ઈજા પામેલા સુર્યનારાયણ પાંડે (ઉ.વ.૪૫), ર્નિમલા નિશાત (ઉ.વ.૩૫), વૈષનવીકુમારી પાંડે (ઉ.વ.૧૦) તથા ચંદન નિશાત (ઉ.વ.૪૫)ને સારવાર આપી રીફર કરાયા હતા.


