મધ્યપૂર્વમાં યુધ્ધથી મોરબીના રૂા.પ૩૦૦૦ કરોડના ટાઈલ્સ ઉદ્યોગને ભારે ફટકો

મધ્યપૂર્વમાં યુધ્ધથી મોરબીના રૂા.પ૩૦૦૦ કરોડના ટાઈલ્સ ઉદ્યોગને ભારે ફટકો

(બ્યુરો)               મોરબી,તા.૨૦:
હોર્મુઝ સ્ટ્રેટથી આશરે ૨,૦૦૦ કિલોમીટર દૂર સ્થિત ભારતીય ટાઇલ ઉદ્યોગ ગેસ સપ્લાય કાપથી અત્યંત પ્રભાવિત થઈ રહ્યો છે, જેના કારણે ગુજરાતના ટાઇલ ઉત્પાદન કેન્દ્ર મોરબીમાં ફેક્ટરીઓમાં ઉત્પાદન બંધ થઈ ગયું છે. નિટકો અને એશિયન ગ્રેનિટો જેવા મુખ્ય ઉદ્યોગ ખેલાડીઓ કહે છે કે જો કટોકટી ચાલુ રહે તો તેમણે ઇંધણના ઊંચા ભાવનો સામનો કરવા માટે ૫ાંચ ટકા ઇંધણ સરચાર્જ લાદવાનો ર્નિણય લીધો છે.ક્રિસિલ રેટિગ્સે હાઇલાઇટ કર્યું છે કે નાણાકીય વર્ષ ૨૬ માં રૂ.૫૩,૦૦૦ કરોડના ભારતીય સિરામિક ટાઇલ ઉદ્યોગની આવકમાં ૧-૨ ટકા ઘટાડો અને નિકાસ આવકમાં ૬-૭% ઘટાડો થવાની ધારણા છે.