વોટ્સએપમાં જાદુઈ ફીચર આવ્યું  એકવાર મેસેજ વાંચતા જ ગાયબ !!

વોટ્સએપમાં જાદુઈ ફીચર આવ્યું  એકવાર મેસેજ વાંચતા જ ગાયબ !!

કેલિફોનિર્યા,તા.18:
વોટ્સએપ સમયાંતરે એવી અપડેટ આપી દે છે જેની અગાઉ ક્યારેય કોઈએ કલ્પના પણ ન કરી હોય. ડોક્યુમેન્ટથી લઈને ઈમોજી સુધી અને વોઈસ ચેટથી લઈને સ્ટોરી-સ્ટેટસ સુધીની તમામ વસ્તુઓ આપ્યા બાદ હવે વોટ્સઅપ એક એવું ફીચર આવી રહ્યું છે. જેનાથી યુઝર્સને વધારે એક સુવિધા મળશે. જે રીતે ફોટો એકવાર જોયા બાદ બેક કરતા જ એ ડિલિટ થઈ જાય છે. એવું હવે મેસેજમાં પણ આવી રહ્યું છે. યુઝર્સ મેસેજ રીડ કરી લેશે એ પછી એ મેસેજ તરત જ ડિલિટ થઈ જશે.