શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૦૮ પોથી યજમાનોના પિતૃ શાંતિ અર્થે બ્રહ્મ ભોજનનો કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૩૦
શકિત ચેરીટેબલ ટ્રસ્ટનાં મેનેજીંગ ટ્રસ્ટી આશિષભાઈ રાવલની યાદીમાં જણાવાયું છે કે, તા.૨૭-૯-૨૦૨૬ને રવિવાર અને પિતૃ શ્રાદ્ધનો પ્રથમ દિવસે અમો સંસ્થાને ને ખુબજ અગત્યની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થયો, શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પુરષોત્તમ માસમાં પિતૃ મોક્ષાર્થ શક્તિ સેવાધામ અન્નક્ષેત્રના લાભાર્થે જરૂરિયાતમંદોની સેવા અર્થે તા.૩-૬-૨૦૨૬ થી તા.૯-૬-૨૦૨૬ના રોજ શાસ્ત્રી રવિભાઈ દવે મોણપરીવાળાના વ્યસાસને ગાયત્રી શક્તિપીઠ ખાતે ૧૦૮ પોથી ભાગવત સપ્તાહ યોજાયેલ તે સપ્તાહના ૧૦૮ યજમાનોના પિતૃ શાંતિ અર્થે પ્રથમ રવિભાઈ દવે મોણપરી વાળા પિતૃ શાંતિ સંકલ્પ કરવામાં આવેલ ત્યારબાદ પિતૃ શાંતિ અર્થે ફ્રેન્ડ્સ મ્યુઝીકલ ગ્રુપ- નમ્રતાબેન ભટ્ટ, કિશોરબેન પંડ્યા તથા જીતુભાઈ પંડ્યા દ્વારા પ્રાર્થના/ભજન કરાવવામાં આવેલ ત્યારબાદ સંસ્થાના સદસ્યો દ્વારા શાસ્ત્રોક વિધિ વિધાન અનુસાર ગિરનાર તીર્થ ક્ષેત્રની પવિત્ર ભૂમિ પર આશરે ૫૫૦ ભૂદેવોને ભોજન પ્રસાદ પીરસવામાં આવેલ ભોજન બાદ સંસ્થાના દાતા ધવલભાઈ પટેલીયા, ભુપેન્દ્રભાઈ લાઠીગરા તથા દયાબેન માણેક, જયાબેન પરમાર દ્વારા તમામ ભૂદેવોને દક્ષિણા આપવા આવેલ ત્યારબાદ આ સરાહનીય કાર્ય કરવા બદલ શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટના મેને. ટ્રસ્ટી આશિષભાઈ રાવલને ગાયત્રી શક્તિપીઠના મેને. ટ્રસ્ટી નાગભાઈ વાળા તથા બકુલભાઈ પાઠક દ્વારા ફુલહાર શાલ તથા મોમેન્ટો દ્વારા સન્માનિત કરવામાં આવેલ. આ પ્રસંગને સફળ બનાવા માટે સંસ્થાના કો. મેને. ટ્રસ્ટી રાજુભાઇ વ્યાસ, કાર્યક્રમના ઇન્ચાર્જ પ્રમુખ જયભાઈ ઝાંઝમેરિયા, ઉપપ્રમુખ નિલેશભાઈ પુરોહિત સંસ્થાના ટ્રસ્ટી અનિલભાઈ સુબા, કિશોરભાઈ ખંભોળિયા, યોગેશભાઈ જોષી, નયનાબેન પારેખ, હીનાબેન જાની તથા કારોબારી સભ્ય મહેન્દ્રભાઈ દવે, સમીરભાઈ પારેખ, હિતેશભાઈ કોટક, જયેશભાઈ સૂચક તથા નમનભાઈ જાની દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી.


