શું પ૪ દિવસમાં જ દુનિયાનો અંત આવશે ? ૬૬ વર્ષ જુની ભવિષ્યવાણી ફરી ચર્ચામાં

શું પ૪ દિવસમાં જ દુનિયાનો અંત આવશે ? ૬૬ વર્ષ જુની ભવિષ્યવાણી ફરી ચર્ચામાં

(એજન્સી)         ન્યુયોર્ક: તા.૨૧:
દુનિયામાં મોંઘવારી, બેરોજગારી અને ઝડપથી બદલાતી ટેકનોલોજી વચ્ચે એક જૂની વૈજ્ઞાનિક ભવિષ્યવાણીએ લોકોનું ધ્યાન  ખેંચ્યું છે. લગભગ ૬૬ વર્ષ પહેલાં કરવામાં આવેલી આ ભવિષ્યવાણીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ૧૩ નવેમ્બર, ૨૦૨૬ સુધીમાં માનવ સભ્યતા અત્યંત ગંભીર સંકટની સ્થિતિમાં પહોંચી શકે છે. આ ભવિષ્યવાણી વર્ષ ૧૯૬૦માં અમેરિકન વૈજ્ઞાનિક સામયિક Scienceમાં પ્રકાશિત થયેલા એક સંશોધનમાં કરવામાં આવી હતી. તેને University of Illinoisના ત્રણ સંશોધકો હેઇન્ઝ વોન ફોસ્ર્ટર, પેટ્રિશિયા એમ. મોરા અને લોરેન્સ ડબ્લ્યુ. અમિયોટે તૈયાર કર્યું હતું.
૧૭૯૮માં અર્થશાસ્ત્રી થોમસ માલ્થસે પણ ચેતવણી આપી હતી કે એક સમય એવો આવશે જ્યારે માનવ વસ્તી એટલી વધી જશે કે ખોરાકની અછતને કારણે મોટી તબાહી થઈ શકે છે, પરંતુ આજ સુધી આવી સ્થિતિ તે સ્વરૂપમાં સામે આવી નથી. તેથી ૧૩ નવેમ્બર, ૨૦૨૬ની તારીખને દુનિયાના અંતની ચોક્કસ ભવિષ્યવાણી માનવાને બદલે વધતી વસ્તી અને પૃથ્વીના મર્યાદિત સંસાધનોને લઈને આપવામાં આવેલી એક જૂની વૈજ્ઞાનિક ચેતવણી તરીકે જોવી વધુ યોગ્ય છે.