SIR માટે હવે ચૂંટણી પંચની વેબસાઈટ પરથી સરળતાથી નામ મળી રહેશે

SIR માટે હવે ચૂંટણી પંચની વેબસાઈટ પરથી સરળતાથી નામ મળી રહેશે

(એજન્સી)   નવી દિલ્હી, તા. ૨૨
દેશમાં મતદાર યાદીના સુધારા માટે જે વ્યાપક SIRની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે તેમાં ખાસ કરીને ૨૦૦૨ અને ૨૦૦૩ની મતદાર યાદીમાં નામ શોધવા મુદ્દે સૌથી વધુ મુશ્કેલીઓ પડી રહી છે અને તેના કારણે વ્યાપકપણે  લોકો ફરિયાદ પણ કરી રહ્યા છે તે વચ્ચે હવે ચૂંટણી પંચે એક મહત્વના સુધારામાં નામ શોધવા માટેની પ્રક્રિયા સરળ બનાવી હોવાનું જાહેર કર્યુ છે અને તેના કારણે હવે મતદારોને પોતાના કે પરિવારના નામ જુની મતદાર યાદીમાં શોધવા માટે કોઇ જુની મતદાર યાદી ફંફોળવાની જરૂર પડશે નહી. ભારતીય ચૂંટણી પંચે ૨૦૦૩ની મતદાર યાદીમાંથી નામ શોધવાની પ્રક્રિયાને સરળ બનાવી છે. 
ચૂંટણી પંચે ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું હોવાનું કહેવાય છે.
ચૂંટણી પંચ એ ૨૦૦૩ ની મતદાર યાદીમાં નામ શોધવાની પ્રક્રિયાને સરળ બનાવી છે. મતદારોએ હવે કમિશનની વેબસાઇટ પર તેમનું નામ, રાજ્ય અને માતાપિતાના નામ દાખલ કરવાની જરૂર છે. આમ કરવાથી તરત જ ૨૦૦૩ ની 
મતદાર યાદીમાં તેમના નામનું સ્થાન જાહેર થઈ જશે.