દુબઈમાં ૧૯ ભારતીયો સહિત ૩પની ધરપકડનો આદેશ : યુધ્ધ અંગે ફેક સમાચાર ફેલાવવાનો આરોપ

દુબઈમાં ૧૯ ભારતીયો સહિત ૩પની ધરપકડનો આદેશ : યુધ્ધ અંગે ફેક સમાચાર ફેલાવવાનો આરોપ

(એજન્સી)            દુબઇ તા.૧૬:
 યુએઈએ સોશિયલ મીડિયા પર ફેક સમાચાર ફેલાવનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે જેમાં ૧૯ ભારતીયો સહિત ૩૫ લોકોની ધરપકડનો આદેશ આપ્યો છે. એવો આરોપ છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એવા વીડિયો અને પોસ્ટ શેર કરાયા જેમાં ભ્રામક જાણકારી અપાઈ અથવા તો એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ફેક વીડિયો તૈયાર કર્યા. આવા ગંભીર આરોપસર યુએઈ પ્રશાસને કુલ ૩૫ લોકોની ધરપકડના આદેશ આપ્યા જેમાંથી ૧૯ ભારતીયો છે.