આજે રાત્રે ઈરાનને ઉડાવી દઈશું : અમેરીકા

ટ્રમ્પનો દાવો - “ઈરાનની આર્મી, નેવી બરબાદ થઈ ગઈ છે : વરિષ્ઠ નેતાઓ માર્યા ગયા છે : સંચાર સેવા ઠપ્પ થઈ ગઈ છે”

આજે રાત્રે ઈરાનને ઉડાવી દઈશું : અમેરીકા

(એજન્સી)        વોશિંગ્ટન તા.૭:
આજે અમેરિકા-ઇઝરાયલ-ઇરાન યુદ્ધનો આઠમો દિવસ છે. આ દરમિયાન, યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે આજે ફોક્સ ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું કે આજે રાત્રે ઈરાન પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરવામાં આવશે.
તેમણે કહ્યું કે આ હુમલાઓનો હેતુ ઈરાનના મિસાઈલ લોન્ચર્સ અને મિસાઈલ બનાવતી ફેક્ટરીઓને નોંધપાત્ર નુકસાન પહોંચાડવાનો છે, આ કાર્યવાહી ઈરાનની મિસાઈલ ક્ષમતાને નોંધપાત્ર રીતે નબળી પાડશે. ગત મોડી રાત્રે ઇઝરાયલે તેહરાનના મેહરાબાદ એરપોર્ટ પર હવાઈ હુમલો કર્યો, જેના કારણે આગ અને ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ કરવામાં આવેલા સૈન્ય હુમલાઓ અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકી સેનાના પ્રહારથી ઈરાનની સૈન્ય ક્ષમતા લગભગ શૂન્ય થઈ ગઈ છે. વ્હાઈટ હાઉસમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું કે આ કાર્યવાહી માત્ર રક્ષણાત્મક નથી, પરંતુ વર્ષોથી અમેરિકી નાગરિકો પર થયેલા અત્યાચારોનો જડબાતોડ જવાબ છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે ચાલી રહેલા અમેરિકી લશ્કરી હુમલાઓની પ્રશંસા કરી છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાનની સેના, નૌકાદળ અને સંદેશાવ્યવહાર પ્રણાલી નાશ પામી છે.