આજે રાત્રે ઈરાન પર ભયાનક હુમલો કરાશે : અમેરીકા

આજે રાત્રે ઈરાન પર ભયાનક હુમલો કરાશે : અમેરીકા

(એજન્સી)     વોશિંગ્ટન તા.૨૦:
અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યી ગયો છે. અમેરિકાના રક્ષામંત્રી પીટ હેગસેથે પેન્ટાગોન બ્રીફિગ દરમિયાન ઈરાન પર અત્યાર સુધીના સૌથી મોટા પેકેજ સ્ટ્રાઈકની જાહેરાત કરીને સનસનાટી મચાવી દીધી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, અમેરિકા આ યુદ્ધ નિર્ણાયક રીતે જીતી રહ્યું છે અને દુશ્મનોનો શિકાર કરી રહ્યું છે.
રક્ષામંત્રીએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં અમેરિકાએ ઈરાનના સૈન્ય માળખા અને વ્યૂહાત્મક સ્થાનો પર ૭,૦૦૦ થી વધુ લક્ષ્યોને નિશાન બનાવ્યા છે. આ કોઈ નાની કાર્યવાહી નથી, પરંતુ ભારે બળનો સચોટ ઉપયોગ છે. હેગસેથે ઉમેર્યું કે, આજે રાત્રે ઈરાન પર ફરીથી મોટો હુમલો થશે. અમે ઉપરથી મોત અને તબાહી વરસાવી રહ્યા છીએ અને આ જંગ અમારી શરતો પર જીતી રહ્યા છીએ.
યુએસ ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથે ઈરાન યુદ્ધ અને ઓપરેશન એપિક ફયુરી અંગે એક મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું કે અમે તેમનો પીછો કરી રહ્યા છીએ અને તેમને મારી રહ્યા છીએ. ઈરાન પર આજે સૌથી મોટો પેકેજ હુમલો થવા જઈ રહ્યો છે. હેગસેથે પેન્ટાગોન બ્રીફિગમાં ઈરાન સામે નિર્ણાયક વિજયનો દાવો કર્યો હતો.