ઈરાન પરથી પ્રતિબંધો હટ્યા : વિશ્વના દેશોને હવે બેધડક ખનીજ તેલ વેચી શકશે

ઈરાન પરથી પ્રતિબંધો હટ્યા : વિશ્વના દેશોને હવે બેધડક ખનીજ તેલ વેચી શકશે

તહેરાન તા.24:
સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાયેલી પ્રથમ રાઉન્ડની વાતચીત બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે ઘણા મુદ્દાઓ પર પ્રારંભિક સહમતિ બની ગઈ છે. જેમાં ઈરાનને ઓઈલ વેચાણ માટે મળેલી 60 દિવસની છૂટ સૌથી ખાસ છે. વૈશ્વિક ઉર્જા બજારની સાથે ભારતની દ્રષ્ટિએ પણ આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારત પોતાની જરૂરિયાતોનું ઈરાન પાસેથી મોટી માત્રામાં ઓઈલ ખરીદતું હતું. જો કે, અમેરિકાના પ્રતિબંધો બાદ તેમાં ઘટાડો થયો હતો. ઈરાનને ઓઈલ નિકાસમાં છૂટ મળવાથી ભારતને પણ ફાયદો થવાની આશા છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે 60 દિવસના કરાર (MoU) હેઠળ તેહરાનને આ છૂટ મળી છે. ઈરાને તેના બદલામાં હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોની અવરજવરને પ્રભાવિત નહીં કરવાનું વચન આપ્યું છે. 60 દિવસ સુધી ઈરાનને આ રાહત મળશે. એટલે કે 21 ઓગસ્ટ સુધી તે ક્રૂડ ઓઈલ અને પેટ્રોલિયમ પેદાશોનું વેચાણ કરી શકે છે. આ ર્નિણય એવા સમયે આવ્યો છે, જ્યારે થોડા કલાકો પહેલા જ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે કહ્યું હતું કે, સ્વિટ્ઝર્લેન્ડમાં ચાલી રહેલી વાતચીતમાં ઘણી સારી પ્રગતિ થઈ છે.