ઈરાન વિરૂધ્ધ હુમલા રોકવાનો પ્રસ્તાવ અમેરીકી સેનેટમાં માત્ર એક મતથી ફગાવાયો
(એજન્સી) વોશિંગ્ટન તા.૩૧
અમેરિકી સેનેટમાં ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીને મર્યાદિત કરતો પ્રસ્તાવ આગળ વધી શક્યો નથી. તેના માટે મતદાન થયું, જેમાં તે ૪૯-૫૦ના અંતરથી નામંજૂર થયો. પેન્સિલવેનિયાના રિપબ્લિકન સેનેટર ડેવ મેકકૉમિર્ક મતદાનમાં સામેલ થયા નહોતા. જો આ પ્રસ્તાવ આગળ વધી જાત, તો ઈરાન વિરુદ્ધ હુમલા શરૂ કરતા પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ માટે સંસદની મંજૂરી લેવી જરૂરી બની જાત. એટલે કે રાષ્ટ્રપતિ એકલા આવો ર્નિણય લઈ શકતા નહોતા. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના ઈરાન હુમલાઓ પછી વિપક્ષી સાંસદો સતત માગ કરી રહ્યા છે કે આવા કોઈપણ સૈન્ય અભિયાન પર અંતિમ ર્નિણય સંસદની મંજૂરીથી જ થાય.


