ઉત્તરપ્રદેશમાં દુર્ગા મૂર્તિ વિસર્જન દરમ્યાન બનેલી અકસ્માતની ઘટનાઓમાં ૧૬ના મોત, ર૮ ઘાયલ

ઉત્તરપ્રદેશમાં દુર્ગા મૂર્તિ વિસર્જન દરમ્યાન બનેલી અકસ્માતની ઘટનાઓમાં ૧૬ના મોત, ર૮ ઘાયલ

(એજન્સી)        લખનૌ તા.૨૨:
ઉત્તર પ્રદેશમાં દુર્ગા મૂતિર્ વિસર્જન દરમિયાન થયેલા અકસ્માતોમાં ૧૬ લોકોના મોત, ૨૮ ઘાયલ; જ્યારે ૩ હજુ પણ ગુમ છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં દુર્ગા મૂતિર્ વિસર્જન દરમિયાન વિવિધ ઘટનાઓમાં ૧૬ લોકોના મોત થયા છે. ગોંડા, ફતેહપુર, પ્રયાગરાજ અને બસ્તીમાં નદીઓ અને તળાવોમાં ૧૦ લોકો ડૂબી ગયા છે અને ત્રણ ગુમ છે. ગોરખપુરમાં વીજળી પડવાથી ત્રણ યુવાનોના મોત થયા છે, જ્યારે ત્રણ અન્ય લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા.