ઉનાના યુવાનનું ઇલેક્ટ્રિક શોર્ટ લાગવાથી અવસાન થતા ટાટા એઆઈએ વીમા કંપનીએ તેમના વારસદારને રૂા. ૧.૯૦ કરોડની રકમનો ચેક અર્પણ કરાયો

ઉનાના યુવાનનું ઇલેક્ટ્રિક શોર્ટ લાગવાથી અવસાન થતા ટાટા એઆઈએ વીમા કંપનીએ તેમના વારસદારને રૂા. ૧.૯૦ કરોડની રકમનો ચેક અર્પણ કરાયો

ઉના તા.૩૦
ઉના શહેરમાં રહેતા સંજયભાઈ મનોહરલાલ જેસિંઘાણીનું ભર યુવાનીમાં ગત તા.૩૦-૬-૨૬ના અકસ્માતે વીજ શોર્ટ લાગવાથી મૃત્યુ થયેલ હતું. તેમણે ટાટા એઆઈએ લાઈફ ઇનશ્યોરન્સનો ટ્રમ પ્લાનનો વીમો ગત સપ્ટેમ્બર ૨૫માં લીધો હતો અને ૩૦ જૂન-૨૬માં તેમનું અકસ્માતે શોર્ટ લાગવાથી અવસાન થયું હતું. તેમના પરિવારને આર્થિક સહારો મળે તે માટે વીમા ક્લેમ મંજુર કરાવવા ટાટા એઆઈએ ઉનાના ચીફ એડવાઇઝર હરેશભાઇ જે. ટિલવાણી અને ટાટા એઆઈએના સ્ટાફે વીમા ક્લેમની પ્રોસિજર પુરી કરી તેમના વારસદારને વીમાના રૂપિયા ૧ કરોડ ૯૦ લાખ મંજુર કરાવી તેમના વારસદાર રૂહીબેન સંજયભાઈ જેસિંઘાણીના બેન્ક ખાતામાં જમાં કરાવવા માટે ચેક લઇ જૂનાગઢથી શ્રીજી ગ્રુપ લીડર રાજેશભાઈ, બ્રાન્ચ મેનેજર પાર્થભાઈ કાનાબાર, હરેશભાઇ ટિલવાણી, અશોકભાઈ ટિલવાણી સંજયભાઈના ઘરે જઈ પરિવારને સાંત્વના આપી વારસદાર રૂહીબેન સંજયભાઈને ચેક અર્પણ કરેલ હતો. વીમો લેવાથી તેમના પરિવારને કેટલો આર્થિક સહારો મળે છે.