કુવૈત એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો ફયુઅલ ટેંકમાં પ્રચંડ વિસ્ફોટ

કુવૈત એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો  ફયુઅલ ટેંકમાં પ્રચંડ વિસ્ફોટ

(એજન્સી)      કુવૈત તા.૨૫:
મધ્યપૂર્વમાં ચાલુ તણાવ આજે સતત ૨૬મા દિવસે વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ઇરાને કુવૈત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડ્રોન હુમલો કર્યો હોવાની માહિતી સામે આવી છે, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. ડ્રોન સ્ટ્રાઇક પછી એરપોર્ટ નજીક ઉભેલા ફ્યૂલ ટેન્કરમાં જોરદાર વિસ્ફોટ થયો, જેના પરિણામે ભારે નુકસાન થયું હોવાની આશંકા છે. વિસ્ફોટ બાદ આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા, જે ઘટનાની ગંભીરતા દર્શાવે છે. સમગ્ર વિસ્તારમાં સુરક્ષા દળોને તાત્કાલિક તહેનાત કરવામાં આવ્યા છે અને સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.