જૂનાગઢના જાણીતા સ્કીન કેર ડો. પિયુષ બોરખતરીયાની સિંગાપુરમાં OYOના સ્થાપક રિતેશ અગ્રવાલ સાથે મુલાકાત

જૂનાગઢના જાણીતા સ્કીન કેર ડો. પિયુષ બોરખતરીયાની સિંગાપુરમાં OYOના સ્થાપક રિતેશ અગ્રવાલ સાથે મુલાકાત

જૂનાગઢ તા.૮
જૂનાગઢના જાણીતા એસ્થે કાયાકલ્પ ક્લિનિકના સ્કીન કેર(ડરમેટોલોજીસ્ટ) ડો. પિયુષ બોરખતરીયાએ સિંગાપુરમાં OYOના સ્થાપક રિતેશ અગ્રવાલ સાથે મુલાકાત કરી હતી. ડો. પિયુષ બોરખતરીયા એ જણાવ્યું હતું કે, મ્યાનમારમાં એક કોન્ફરન્સ હતી જે કોન્ફરન્સમાં મારે બે લેક્ચર દેવાના હતા. એ લેક્ચર પૂર્ણ કર્યા બાદ હું સિંગાપુર ગયો હતો જ્યાં સિંગાપુરમાં મારી મુલાકાત OYOના સ્થાપક રિતેશ અગ્રવાલ સાથે થઈ હતી. તેઓ ખૂબ જ નમ્ર અને સાચા વ્યક્તિ છે. તેમની સાથે ભારતમાં ઉદ્યોગ સાહસિકતા અને સ્ટાર્ટ અપ ઇકો સિસ્ટમ વિશે વાતચીત કરવાનો મોકો મળ્યો હતો.
વાતચીતમાં જણાવ્યું હતું કે ભારતમાં સ્ટાર્ટ અપ ઇકો સિસ્ટમની ખૂબ જ ઓપોચ્ર્યુનિટી છે. જે નવા લોકો સ્ટાર્ટ અપ કરતા હોય તેને ટીપ આપી હતી. જેમાં જણાવ્યું હતું કે શરૂઆતમાં તમે સક્સેસ ન પણ થઈ શકો. ફેલિયોર પણ થઈ શકો પરંતુ નિરાશ થવાની જરૂર નથી કારણ કે કોઈપણ બ્રાન્ડને બનતા બે થી ત્રણ વર્ષ લાગે છે. મહેનત કરતા રહો અને નાની નાની વસ્તુઓમાં સુધારો કરતા રહો તો સફળતા મળશે.હાલમાં દરેક બાબતોમાં AIનો મોટો રોલ જોવા મળે છે. માટે AIના ટુલ્સનો ઉપયોગ કરવો જોઈએ. AIના જમાનામાં તમે AIને એડપ્ટ કરો. સાથે સાથે લાઈફ સ્ટાઈલ અને સ્કીન કેર છે એ તમામને સારી રીતે સ્વીકારો. ઇન્ડિયામાં સ્કિન કેરનુંએસપિરિયેશન હાઈ છે તેનો લાભ કઈ રીતે લઈ શકાય તે વિશે પણ ચર્ચા કરી હતી.
દરમ્યાન ડો. પિયુષ બોરખતરીયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢમાં એસ્થે કાયાકલ્પ નામે ૧૫,૦૦૦ સ્ક્વેર ફૂટનું ક્લિનિક છે તે વિગત જાણીને રિતેશ અગ્રવાલ એ ખૂબ ખુશી વ્યક્ત કરી હતી. રિતેશ અગ્રવાલ એ જણાવ્યું હતું કે તમારા ક્લિનિકમાં અનેક ખૂબ મોટી સેલિબ્રિટીઓ આવી ગઈ છે. જુનાગઢ જેવા નાના સિટીમાં આવું ક્લિનિક એ રીયલ ગ્રોથ કહેવાય રીયલ ઇન્ડિયા આને જ કહેવાય તેમ કહી ખુશી વ્યક્ત કરી હતી.