ટ્રકમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે પાંચ ઝડપાયા ર૧૬૦ બોટલ દારૂ, પાંચ મોબાઈલ, ટ્રક સહિતનો મુદ્દામાલ જપ્ત

ટ્રકમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે પાંચ ઝડપાયા ર૧૬૦ બોટલ દારૂ, પાંચ મોબાઈલ, ટ્રક સહિતનો મુદ્દામાલ જપ્ત

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.૩૦
જૂનાગઢ નજીક દોલતપરાથી સકકરબાગ જતા રોડ પરથી ટ્રકમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે પાંચને જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે દોલતપરાથી સકકરબાગ જતા રોડ પરથી આઈસર ટ્રકમાંથી પ્લાસ્ટીકના કેરેટની આડમાં સંતાડેલ વિદેશી દારૂની ર૧૬૦ બોટલ કિ.રૂા.૧૬૦૦૦ સહિત પ મોબાઈલ, આઈસર ટ્રક મળી કુલ રૂા.૭,૬૬,૦૦૦ના મુદ્દામાલ સાથે અસ્લમખાન ઈસ્માઈલખાન યુસુફજઈ, અતીક હનીફ જેઠવા, મકસુદ જુસબ ઉનડ, અરબાજ અલ્તાફ બ્લોચ અને મકબુલ જુસબ ઉનડને ઝડપી લઈ પુછપરછ કરતા આ દારૂનો જથ્થો ગોવાના શુભ વાઈન શોપના સંચાલક પાત્રમ પાસે મેળવ્યો હોવાનુ તેમજ જેતપુરના દેરડીના રાજ પટેલને વેચાણ કર્યાનું ખુલતા પોલીસે તમામ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.