ધંધુસર ગામની સીમમાં ચાલતા જુગારધામ પર દરોડા - ૩ મહિલા સહિત ૪ ઝડપાયા
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા. ૯
વંથલી નજીક ધંધુસર ગામની સીમમાં ચાલતા જુગારધામ પર ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી ૩ મહિલા સહિત ૪ને રૂા.૯પ૪૮૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ જયારે ર નાસી છુટતા પોલીસે તમામ વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરી છે. આ અંગે પરાપ્ત થતી વિગતો અનુસાર જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે ધંધુસર ગામની સીમમાં ભીખુભાઈ કાળાભાઈ મુળીયાસીયાની વાડીની ઓરડીમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી જુગાર રમવા આવેલ હિમાંશુ દિનેશ અઢીયા, દેવીબેન ઉર્ફે દીવીબેન હિતેષભાઈ લાડવા, દેવીબેન સરમણભાઈ ઓડેદરા, શોભનાબેન જગદીશભાઈ સંતોકીને રૂા.૪પ૪૮૦ રોકડ અને મોટર સાયકલ મળી કુલ રૂા.૯પ૪૮૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ જયારે હીરા બાવન મકવાણા અને પિયુષ ઉર્ફે પીલો ઉકા ખાંટ નાસી છુટેલ અને વાડી માલીક હાજર નહી મળી આવતા પોલીસે તમામ વિરૂધ્ધ જુગારધારા કલમ ૪, પ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


