માંગરોળનાં શેરીયાજબારામાં હોડીના પાર્કીંગ બાબતે મારામારી - સામસામે ફરીયાદ

માંગરોળનાં શેરીયાજબારામાં હોડીના પાર્કીંગ બાબતે મારામારી - સામસામે ફરીયાદ
AI Image

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.૧ર
માંગરોળના શેરીયાજબારા વિસ્તારમાં હોડીના પાર્કીંગ બાબતે ચાલતા મનદુ:ખમાં મારામારી થતા સામસામે માંગરોળ મરીન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે. 
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર માંગરોળ મરીન પોલીસ મથકે ગુલામહુશેન અબ્દુલ્લાભાઈ ગોવાલસરીએ શબીર જાફર લખપતિ, ઈસ્માઈલ જાફર, ઈમરાન જાફર, ડાડા જાફર અને રજાક અબુબકર વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી અને આરોપીઓ વચ્ચે દરીયાકાંઠે હોડીના ર્પાકિંગ બાબતે મનદુ:ખ ચાલતુ હોય, જેનો ખાર રાખી  ફરીયાદી બજારમાંથી પોતાની મોટર સાયકલ લઈ ઘરે જતા હોય ત્યારે આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી ફરીયાદીને રોકાવી હોડી પાર્કિંગની જગ્યામાં કેમ ડખ્ખો કરે છે તેમ કહી શરીરે આડેધડ માર મારવા લાગેલ અને આરોપી શબીર લખપતિએ લોખંડનો પાઈપ માથામાં મારી દીધેલ તેમજ અન્ય આરોપીઓએ મચ્છી પકડવાનો હુક સહિત પાઈપ વડે મારમારી ગંભીર ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવેલ જયારે સામાપક્ષે ઈસ્માઈલ જાફર લખપતિએ બીલાલ અબ્દુલ્લા ગોવાલસરી, ગુલામહુશેન અબદુલ્લા ગોવાલસરી, અજગર બીલાલ ગોવાલસરી, અકબર ગુલામ ગોવાલસરી અને ગુલામહુશેનના દિકરા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે,  ફરીયાદી તથા સાહેદો પોતાના ઘરે હાજર હતા તે વખતે તમામ આરોપીઓ એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી રચી દરીયાકાંઠે બોટ રાખવા બાબતે મનદુ:ખ રાખી તમારે ધંધો કરવો છે કે નહી તેમ કહી આ કામેના આરોપીઓ જેમ ફાવે તેમ ભુંડી ગાળો આપતા ફરીયાદીએ બૈરા હોવાથી ગાળો દેવાની ના પાડતા આ કામેના આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ જઈ ફરીયાદીને ઢીકાપાટુ તથા લોખંડના પાઈપ વડે માર મારવા લાગતા ફરીયાદી આ લોકોને રોકવા વચ્ચે હાથ રાખતા આરોપી ગુલામહુશેને ડાબા હાથમાં લોખંડનો પાઈપ મારી દેતા સાહેદો ફરીયાદીને બચાવવા વચ્ચે પડતા સાહેદોને પણ આ કામના આરોપીઓએ શરીરે ઢીકાપાટુનો માર મારી ફરીયાદીને ડાબા હાથમાં ફ્રેકચર જેવી ગંભીર ઈજા કરી જતા-જતા આરોપીઓએ ફરીયાદીને ઘરની બહાર નીકળીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.