યુનોમાં ભારતે પાકિસ્તાનને ધોબી પછાડ આપી  ૯/૧૧ના આતંકવાદી હુમલાની યાદ અપાવી

યુનોમાં ભારતે પાકિસ્તાનને ધોબી પછાડ આપી  ૯/૧૧ના આતંકવાદી હુમલાની યાદ અપાવી

(એજન્સી)   નવી દિલ્હી, તા.૧૭:
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિ પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન ભારતે પાકિસ્તાનની આતંકવાદી નીતિઓનો કડક શબ્દોમાં પર્દાફાશ કર્યો હતો. યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ પર્વતાનેની હરીશે ૯/૧૧ ના આતંકવાદી હુમલા અને વૈશ્વિક આતંકવાદી ઓસામા બિન લાદેનનું ઉદાહરણ આપીને દુનિયાનું ધ્યાન પાકિસ્તાનની પ્રાયોજિત આતંકવાદ તરફ દોર્યું હતું.
ભારતીય રાજદૂતે સ્પષ્ટ કર્યું કે અફઘાનિસ્તાન અથવા સરહદની દૂરની ગુફાઓમાં છુપાયેલા હોવાનો દાવો કરનારા આતંકવાદીઓ વાસ્તવમાં પાકિસ્તાનના શહેરો અને સુરક્ષિત લશ્કરી છાવણીઓમાં આરામથી રહેતા હતા.
એબોટાબાદ અને શહેરોમાં આશ્રય, ભારતે યાદ અપાવ્યું કે ૯/૧૧ના હુમલાનો માસ્ટરમાઇન્ડ ખાલિદ શેખ મોહમ્મદ હોય કે પછી અમેરિકી કાર્યવાહીમાં 
માર્યો ગયેલો ઓસામા બિન લાદેન, તેઓ કોઈ ર્નિજન ગુફાઓમાં નહીં પરંતુ પાકિસ્તાનના વસ્તીવાળા વિસ્તારો અને એબોટાબાદની લશ્કરી છાવણીમાં સુરક્ષિત રીતે છુપાયેલા હતા.