રીઝર્વ બેંકે કેન્દ્ર સરકારની તિજાેરી ભરી દીધી રૂા.2.86 લાખ કરોડનું ડીવીડન્ડ આપ્યું
મુંબઇ તા.23:
વિશ્વભરમાં અનિતિતાના માહોલ વચ્ચે ભારતની રિઝર્વ બેન્ક (RBI)એ ભારત સરકારની ઝોળીમાં ભારેભરખમ ડિવિડન્ડની રકમ ટ્રાન્સફર કરી છે. આ રેકોર્ડ સરપ્લસ ટ્રાન્સફર 2026-27ના વર્ષની શરૂઆતમાં જ સરકારને નાણાકીય સહાય આપશે, કેમ કે સરકાર વૈશ્વિક સ્તરે ઊર્જાના વધતા ભાવોના પડકારોનો સામનો કરી રહી છે. આ ડિવિડન્ડ ટ્રાન્સફરે પણ નવો રેકોર્ડ બનાવ્યો છે. ગયું નાણાકીય વર્ષ જે 2025ની 31 માર્ચે પૂરું થયું એ માટે સરકારને 2.69 લાખ કરોડ રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું. એ પહેલાંના વર્ષમાં આ રકમ 2.11 લાખ કરોડ રૂપિયા હતી. જોકે આ વર્ષે ડિવિડન્ડમાં વધારો થઈને આ આંકડો 2.86 લાખ કરોડ રૂપિયા થયો છે.
આ ભારેભરખમ ડિવિડન્ડમાં સૌથી મોટું યોગદાન અમેરિકાના ડોલર સામે રૂપિયો 10 ટકા ગગડ્યો એ પણ કારણભૂત છે. RBIની બેલેન્સશીટમાં વિદેશી મુદ્રાસંપત્તિઓના મૂલ્યાંકનમાં લાભ થયો હતો. એવું માનવામાં આવે છે કે RBI મુદ્રાબજારમાં સક્રિય રોકાણ કરીને આ લાભ કમાઈ છે, કેમ કે રૂપિયાને વધુ નબળો પડતો રોકવા માટે ડોલર વેચ્યા હતા.


