શેરબજારમાં તેજી : સેન્સેકસમાં ૧૭૦૦ પોઈન્ટનો ઉછાળો

શેરબજારમાં તેજી : સેન્સેકસમાં ૧૭૦૦ પોઈન્ટનો ઉછાળો

(એજન્સી)           મુંબઈ તા.રપ
શેરબજારમાં આજે તેજી છે. સેન્સેક્સ આશરે ૧,૭૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૭૫,૮૦૦ પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટીમાં પણ આશરે ૪૦૦ પોઈન્ટનો ઉછાળો છે, તે ૨૩,૩૦૦ પર કારોબાર કરી રહ્યો છે. આજે ઓટો, બેન્કિંગ અને હ્લસ્ઝ્રય્ શેરોમાં વધુ તેજી જોવા મળી રહી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે સકારાત્મક વાતચીતના સમાચારોથી બજારમાં તેજી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સહમતિ બની ગઈ છે. દુનિયાભરના બજારોમાંથી મળેલા સારા સંકેતોએ રોકાણકારોનો વિશ્વાસ વધાર્યો છે. શરૂઆતી કારોબારમાં લગભગ તમામ મોટા એશિયન બજારો તેજી સાથે ગ્રીન ઝોનમાં રહ્યા. મિડલ ઇસ્ટ સંકટને ઉકેલવા માટે અમેરિકાના રાજદ્વારી પ્રયાસો પછી બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ૫% થી વધુનો મોટો ઘટાડો આવ્યો છે. હવે તે ૧૦૦ ડોલર પ્રતિ બેરલથી નીચે પહોંચી ગયું છે.