સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના ૧૭૮માં ર્વાષિક પાટોત્સવનું ભવ્ય આયોજન 

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના ૧૭૮માં ર્વાષિક પાટોત્સવનું ભવ્ય આયોજન 

(પ્રતિનિધિ દ્વારા)
સાળંગપુર તા.ર૭
સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમા પરમ પાવન તીર્થરાજ શ્રી સાળંગપુરધામ કે જ્યાં ભગવાન શ્રી સ્વામિનારાયણે આ ધરાને પાવન કરી અનેક લીલાઓ કરી છે અને અનાદિ મૂળ અક્ષરમૂતિર્ સદગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીએ પોતાના પ્રોઢ પ્રતાપથી મહાસમર્થ શ્રીકષ્ટભંજનદેવની સ્થાપના કરી છે. 
આજે દાદાની કૃપાથી લાખો દુ:ખીયા જીવ સુખીયા થઈ આનંદિત જીવન જીવી રહ્યા છે. દેશ વિદેશથી આવતા લાખો શ્રદ્ધાળુઓના હૈયાના હાર એવા શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો ૧૭૮ મો ર્વાષિક પાટોત્સવ આવી રહ્યો છે. શ્રી મદનમોહનજી મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવ ધોલેરાધામનાં ઉપલક્ષમાં પરમકૃપાળુ પરમાત્મા શ્રી સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી, વડતાલદેશ પિઠાધિપતિ પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીનાં શુભ આશીર્વાદથી અને અ.નિ.સાધુ શ્રી શ્યામવલ્લભદાસ સ્વામીની પુણ્ય સ્મૃતિમાં અને પ.પૂ. ગુરુવર્ય શ્રી અથાણાવાળા સ્વામીનાં આશીર્વાદથી એવં પ.પૂ.સ.ગુ.પુરાણી શ્રી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા) એવમ્ પ.પૂ.સ.ગુ.ડો.શા.શ્રી સંતવલ્લભદાસજી સ્વામી - ચેરમેનશ્રી, વડતાલની પ્રેરણાથી શ્રીકષ્ટભંજનદેવનો ૧૭૮મો ર્વાષિક પાટોત્સવ સંવત્ ૨૦૮૨ના આસો વદ-૫, તા. ૩૦-૧૦-૨૦૨૬, શુક્રવારના રોજ ઉજવાશે.  પ.પૂ.શા.સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અયાણાવાળા)ના વક્તાપદે ત્રિદિનાત્મક "શ્રી હનુમંત ચરિત્ર કથા"નું આયોજન તા. ૨૮-૧૦-૨૦૨૬, બુધવાર થી તા. ૩૦-૧૦-૨૦૨૬, શુક્રવાર દરમિયાન રાખવામાં આવેલ છે. આ પ્રસંગે પરમ પૂજય મહારાજશ્રી એવમ્ સદ્ગુરુ સંતોના વરદ્ હસ્તે અભિષેક, પાટોત્સવ તથા મારૂતિયજ્ઞમાં શ્રીફળ હોમવાની વિધિ સંપન્ન થશે તથા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના દિવ્ય દર્શન, અભિષેક, અન્નકૂટ, કથા શ્રવણ એવં બ્રહ્મનિષ્ઠ સંતોના દર્શન-આશીર્વચન એવં મહાપ્રસાદનો લાભ લેવા આપ સૌ પ્રેમીભક્તોને પરિવાર સહિત પધારવા હાદિર્ક આમંત્રણ છે. તા.૨૮-૧૦-૨૦૨૬ને બુધવારે સાંજે ૪:૦૦ કલાકે  શ્રીનીલકંઠ મહાદેવ મંદિરથી પોથીયાત્રા નીકળશે. આ પ્રસંગે વડતાલ દેશ પિઠાધિપતિ પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારજ વિશેષ ઉપસ્થિત રહેશે, તેમજ ધામેધામથી સંતો પણ પધારશે. આ પ્રસંગે મંગળા આરતી સવારે ૫:૩૦ કલાકે, શણગાર આરતી સવારે ૭:૦૦ કલાકે, અભિષેક સવારે ૮:૦૦ કલાકે, અન્નકૂટ આરતી ૧૧:૦૦ કલાકે તેમજ યજ્ઞ પૂર્ણાહૂતી  બપોરે ૧૨:૦૦ એવં ત્રિદિનાત્મક “શ્રી હનુમાન ચરિત્ર કથા”ની પૂર્ણાહૂતિ બપોરે ૧૧:૩૦ કલાકે રાખેલ છે. આ પ્રસંગે પરમ પૂજ્ય મહારાજશ્રી સદગુરુ સંતોને વરદહસ્તે અભિષેક પાટોત્સવ તથા મારુતિયજ્ઞમાં શ્રીફળ હોમવાની વિધી સંપન્ન થશે તથા શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદાના દર્શન, અભિષેક, અન્નકૂટ, યજ્ઞદર્શન, કથાશ્રવણના દર્શન એવં બ્રહ્મનિષ્ઠ સંતોના દર્શન-આશીર્વચન એવં મહાપ્રસાદનો લાભ લેવા મંદિરના કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી, શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા) તથા તમામ સંતમંડળ-પાર્ષદમંડળ તરફથી સૌ પ્રેમીભક્તોને પરિવાર સહિત પધારવા હાદિર્ક આમંત્રણ છે.