ટુ-વ્હીલર સર્વિસ ક્ષેત્રની અગ્રણી કંપની ‘સર્વિસફોર્સ’નું રાજકોટમાં અવિરત વિસ્તરણ : પુનિતનગર, ૮૦ફૂટ રોડ ઉપર ૧૨માં આઉટલેટનો ભવ્ય શુભારંભ

ટુ-વ્હીલર સર્વિસ ક્ષેત્રની અગ્રણી કંપની ‘સર્વિસફોર્સ’નું રાજકોટમાં અવિરત વિસ્તરણ : પુનિતનગર, ૮૦ફૂટ રોડ ઉપર ૧૨માં આઉટલેટનો ભવ્ય શુભારંભ

(પંકજ ઝીબા દ્વારા)
રાજકોટ, તા.રર 
ભારતભરમાં ટુ-વ્હીલર ક્ષેત્રે ‘ડોર-સ્ટેપ સર્વિસ‘ (ઘરે બેઠા સર્વિસ) આપવાના પાયોનિયર અને સૌથી મોટું મલ્ટી-બ્રાન્ડ નેટવર્ક ધરાવતી કંપની સર્વિસફોર્સ દ્વારા રાજકોટના પુનિતનગર, 80 ફૂટ રોડ પર તેના 12મા આઉટલેટનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ નવા આઉટલેટના સંચાલક પ્રેમભાઇ કવાએ જણાવ્યું હતું કે, ગ્રાહકોને ખૂબ જ વ્યાજબી ભાવે અને સારી ક્વોલિટીની સર્વિસ મળે તે અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. ગ્રાહક પોતાનો સમય અને પૈસા બચાવીને અમને પ્રોત્સાહિત કરે એવી સર્વિસ આપવાની અમારી નેમ છે.
સર્વિસફોર્સની લોકચાહના જે રીતે ગુજરાત બહારના વિસ્તારમાં વધી રહી છે એ રાજકોટવાડીઓ માટે ગૌરવ લેવાની વાત છે. કેમ કે રાજકોથી સારું થયેલી આ બ્રાન્ડ અત્યારે ૨ વ્હીલર સર્વિસની દુનિયામાં ધૂમ મચાવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હોમ ડિલિવરી સેવાઓ લોકપ્રિય થઈ તે પહેલાથી આ કંપની ગ્રાહકોના ઘરે જઈને વાહન રિપેરિંગની સુવિધા આપી રહી છે. સર્વિસફોર્સ ગ્રાહકોના ઘરે જઈને સર્વિસ આપી તેમનો સમય બચાવી રહી છે. છેલ્લા ૧૫ વર્ષથી કાર્યરત આ કંપની માત્ર જનરલ સર્વિસ જ નહીં, પરંતુ રસ્તે વાહન અટકે ત્યારે મદદ (RSA), અકસ્માત સમયે વીમાકીય સહાય, રિપેરિંગ અને PUC જેવી સુવિધાઓ પૂરી પાડે છે.