નરસૈયાની ધરાનાં ડોક્ટરોએ વનવાસીક્ષેત્રમાં વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઇ જાણે રે પદને આત્મસાત કરી ચિકિત્સા કેમ્પો યોજ્યા

નરસૈયાની ધરાનાં ડોક્ટરોએ વનવાસીક્ષેત્રમાં વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઇ જાણે રે પદને આત્મસાત કરી ચિકિત્સા કેમ્પો યોજ્યા

જૂનાગઢ, તા.૨૫
શ્રી ગુજરાત વનવાસી કલ્યાણ પરિષદ વડોદરાની  પ્રશાખા એવી જુનાગઢ વનવાસી કલ્યાણ પરિષદ એકમ દ્વારા વનવાસી ક્ષેત્રોના છોટૌદેપુર જિલ્લાનાં સાઢલી, ઉમઠી, ધામસિયા અને રાયપુર ગામોમાં ચાર મેડિકલ કેમ્પ  જૂનાગઢનાં ભક્તકવિ નરસિંહ મહેતાની રચના વૈશ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઇ જાણે રે નાં પદને આત્મસાત કરતી સેવાની સુવાસ પ્રસરાવી હતી. 
છોટાઉદેપુર તાલુકાનાં પાવી જેતપુર, કવાંટ, નસવાડી તાલુકાનાં અંતરીયાળનાં ચારેય ગામોની ચિકિત્સા શિબિરનું સંકલન ચંદ્રકાન્તભાઈ રાવલાણી, ગાયત્રીબેન વ્યાસ, અર્ચનાબેન કાળે અને ઇન્દ્રવદનભાઈ અમીને સંભાળ્યું હતું આ ગામોમાં કાનજીભાઈ રાઠવા અને રામચંદ્રભાઇ રાઠવા એ ઉમઠી ગામ માટે, પારર્સિંગભાઈ રાઠવા અને નેવસિંગભાઈ રાઠવા એ સાઢલી ગામ માટે મંગુબેન ભીલ અને ઈશ્વરભાઈ ભીલ એ ધામસિયા ગામ માટે અને ચીમનભાઈ રાઠવા અને જેસીંગભાઇએ રાયપુર ગામ માટે જવાબદારી સંભાળી ચિકિત્સા શિબિરમાં આનુસંગિક વ્યવસ્થાઓની જવાબદારી વહન કરી હતી.
જુનાગઢ થી પ્રસ્થાન થયેલી  મેડિકલ કેમ્પ બે ટીમ પૈકી અંબાજી નાથી ૨૪ સભ્યોની ટીમ ડો.મુકેશભાઈ વી પાનસુરીયાના નેતૃત્વ તળે ચિકિત્સા શિબીરો યોજી હતી,  જ્યારે ડો.દીપકભાઈ ભલાણીની ટીમ દાતાર ટીમ તરીકે કેમ્પ યોજ્યા હતા,આ બંને ટીમોના કુલ ૪૮ સભ્યોએ ચિકિત્સા કેમ્પમાં રક્ત પરીક્ષણ, યુરિન પરીક્ષણ, ઈસીજી, કાર્ડિયોગ્રામ સહિતની પૂરક  વ્યવસ્થાનું  સંચાલન કરી નિદાન પામેલ દર્દીઓને જરૂરિયાત મુજબની સઘળી દવાઓ સ્થળ પરથી જ નિ: શુલ્ક  પૂરી પાડવાની વ્યવસ્થાઓમાં સહયોગ આપ્યો હતો. 
ઉલ્લેખનીય છે કે ગુજરાત વનવાસી કલ્યાણ પરિષદ વડોદરા દ્વારા જૂન ૨૦૨૬ થી સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં ચાર મહાનગર ૧૨ જિલ્લા ૪૨તાલુકાના કુલ ૧૩ જગ્યાએ પરિવાર મિલનના કાર્યક્રમો યોજાયા હતા જેમાં ૫૨૫ ગામના ૩૬૬૩ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમની ભોજન સહિત સઘળી વ્યવસ્થા પરિવારના કાર્યકર્તાઓ દ્વારા સ્વયંભૂ ઉઠાવવામાં આવી હતી. આ જ રીતે સનાતન સંસ્કૃતિના રક્ષાબંધન પર્વના ઉજવણી અંતર્ગત ગુજરાત રાજ્યના ૧૨ જિલ્લાના ૩૮ તાલુકામાં ૧૨૪૯ ગામોમાં ચાર લાખ ૪૦૨૭૬૬ વ્યક્તિઓને રાખડી બાંધી હતી જેમાં ૫૨૭૬ કાર્યકર્તાઓએ પોતાનું સમય યોગદાન આપ્યું હતું.
જૂનાગઢ મહાનગરમાંથી ડો. મુકેશ પાનસુરીયા, ડો. દિપક ભલાણી, ડો. ભરત વોરા, ડો. જયદિપ ટીલાળા, ડો. કેયુર ચોવટીયા ડો.આર સી ઠુંમર,ડો. સમીર પાંચાણી,ડો. જીગ્નેશ બ્રહ્મભટ્ટ,ડો. પિયુષ વડાલીયા,ડો. સુધીર અજુડીયા, ડો. ચિરાગ પાનસુરીયા,ડો. દ્વારકેશ ટીલાળા,ડો. મહેન્દ્ર તારપરા,ડો. રોનક સાંગાણી, શ્રી દિલીપ સોંદરવા જયશ્રીબેન બારડ દર્શનાબેન પોશીયા, શ્રીમતિ રશ્મીબેન તારપરા, શ્રીમતી નયનાબેન વોરા, અલ્પાબેન પાનસુરીયા, મિલન માલવીયા, અશ્વિનભાઈ પોશીયા, પારસભાઈ પાનસુરીયા, હિતેશભાઈ ગોસિયા, છગનભાઈ સાંગાણી, હર્ષદભાઈ રાંક, બાબુભાઈ ઉસડિયા, દિનેશભાઈ વેકરીયા, રોહિતભાઈ લાખાણી, હરેશભાઈ સાવલિયા, પ્રફુલભાઈ પટોળીયા, ભાવેશભાઈ સાવલિયા, મનીષભાઈ દેસાઈ, જેઠાભાઈ લાખાણી, સંદીપભાઈ ભુવા, મહેશભાઈ કોટડીયા, નટુભાઈ ટીલાળા, હાર્દિકભાઈ બાબરીયા હિતભાઈ પાનસુરીયા, કાર્તિકભાઇ લાખાણી,પ્રીતભાઈ ઠુંમર, હર્ષલભાઈ ઉસદડીયા, રામજીભાઈ રાબડીયા, પ્રફુલભાઈ વણપરિયા, અંકિતભાઈ લાખાણી, રામજીભાઈ ડોબરીયા, ચંદુભાઈ સુવાગિયા, ગૌરવભાઈ લક્કડ અને મયુરભાઈ વઘાસીયા, નરેશ સાવરીયા, ભાવેશ સાવલીયા, સહિત કાર્યકર્તા ની ટીમ સેવા કાર્યમાં જાેડાઇ હતી.