બરેલીમાં જુમ્માની નમાજ બાદ ભારે પથ્થરમારો અને હિંસા.

બરેલીમાં જુમ્માની નમાજ  બાદ ભારે પથ્થરમારો અને હિંસા.

બરેલીમાં સોશિયલ મીડિયા પોસ્ટ વિવાદને લઈને મૌલાના તૌકીર રઝાની ઉશ્કેરણી બાદ શુક્રવારની નમાજ બાદ ભીડ રસ્તાઓ પર ઉતરી આવી હતી અને ધાર્મિક સુત્રોચ્ચાર સાથે પથ્થરમારો અને તોડફોડ શરુ કરી હતી. આ સાથે જ બરેલીના ત્રણ સ્થળોએ રમખાણો ફાટી નીકળ્યા હતા. આ પરિસ્થિતિ પર કાબુ મેળવવા પોલીસે બજારો બંધ કરાવીને લાઠીચાર્જ કાર્યો હતો. ઉલ્લેખનીય છે કે ઉશ્કેરણી કરનાર મૌલાના ઇત્તેહાદ-એ-મિલ્લત કાઉન્સિલ (IMC)ના પ્રમુખ અને 2010 માં બરેલીમાં હિંસા ફેલાવવાનો મુખ્ય આરોપી છે.