નર્સિંગ ભરતી પરિક્ષામાં ગેરરીતીની આશંકાને પગલે ફરીથી પરીક્ષા લેવા માંગ.
09 ફેબ્રુઆરીના રોજ લેવાયેલી આરોગ્ય શાખામાં નર્સિંગની 1903 જગ્યાઓ માટે 53000 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેની જવાબ સૂચી જાહેર થતા પ્રશ્નપત્ર-1ના બધા જ જવાબ ABCD પ્રમાણે જ ક્રમમાં આવતા કેટલાક અરજદારોએ ગેરરીતીની આશંકા સાથે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ અરજીમાં ભરતી પ્રક્રિયા અટકાવી નવેમ્બરમાં ફરીથી પરીક્ષા લેવા માંગ કરી હતી. આ કેસની આગામી સુનવણી 30 સપ્ટેમ્બરના રોજ થશે જેમાં રાજ્ય સરકાર અને સ્વાસ્થ્ય વિભાગને પક્ષકાર તરીકે રાખવામાં આવ્યા છે.


