ઈઝરાયલની ચૂંટણીમાં મોટો ઉલટફેર : પ્રારંભીક વલણોમાં નેતાન્યાહૂના ગઠબંધનને પાતળી સરસાઈ

ઈઝરાયલની ચૂંટણીમાં મોટો ઉલટફેર : પ્રારંભીક વલણોમાં નેતાન્યાહૂના ગઠબંધનને પાતળી સરસાઈ

તેલ અવિવ તા.૨૮
ઇઝરાયલમાં સંસદીય ચૂંટણી બાદ મતગણતરી ચાલુ છે. અત્યાર સુધીમાં ૫૩.૭% મતોની ગણતરીમાં નેતન્યાહૂનું ગઠબંધન ૫૫ બેઠકો સાથે આગળ છે.
બીજી તરફ, ગાદી આઇઝનકોટના નેતૃત્વ હેઠળના વિપક્ષી ગઠબંધનને ૫૦ બેઠકો મળતી દેખાઈ રહી છે. આરબ પક્ષોની જૉઇન્ટ લિસ્ટ અને રાઆમ પાર્ટીને મળીને ૧૫ બેઠકો મળવાનો અંદાજ છે.
ઇઝરાયલની સંસદમાં કુલ ૧૨૦ બેઠકો છે અને સરકાર બનાવવા માટે ૬૧ બેઠકો જરૂરી છે. ચૂંટણી પહેલાં ઓપિનિયન પોલમાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની હારનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું.
ચૂંટણી દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે નેતન્યાહૂને મળેલી લીડનો શ્રેય લીધો. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે તેમના સમર્થન બાદ ચૂંટણીનું વાતાવરણ બદલાઈ ગયું છે.
ટ્રમ્પના જણાવ્યા મુજબ, પહેલાં નેતન્યાહૂની હારનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું, પરંતુ હવે મુકાબલો બરાબરીનો થઈ ગયો છે અને તેઓ જીતી પણ શકે છે.