કામમાં ઝડપ જરૂરી પરંતુ ગુણવત્તા સાથે કોઈ સમાધાન નહીં : વડાપ્રધાન

દેશના રૂા.૩૦ હજાર કરોડથી વધુના ૬ મોટા માળખાગત પ્રોજેકટની સમીક્ષા કરાઈ

કામમાં ઝડપ જરૂરી પરંતુ ગુણવત્તા સાથે કોઈ સમાધાન નહીં : વડાપ્રધાન

(એજન્સી)    નવી દિલ્હી તા, ૨૬
વડાપ્રધાન મોદીએ મંગળવારે ૫૩મી પ્રગતિ બેઠકમાં દેશના મોટા માળખાકીય પ્રોજેક્ટની વિગતવાર સમીક્ષા કરી હતી. આ બેઠકમાં ૯ રાજ્યો સાથે જોડાયેલા રૂા.૩૦,૦૦૦ કરોડથી વધુના ૬ મોટા પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી હતી. 
PM મોદીએ અધિકારીઓને કડક સૂચના આપી કે કામની ઝડપ જેટલી જરૂરી છે, એટલી જ તેની ગુણવત્તા પણ મહત્વપૂર્ણ છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે કામ ઝડપથી પૂરું કરવાની ઉતાવળમાં ગુણવત્તા સાથે કોઈ સમાધાન ન થવું જોઈએ. વડાપ્રધાને કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે વધુ સારો સમન્વય બનાવવા અને સક્રિય કાર્યશૈલી અપનાવવા પર ભાર મૂક્યો હતો. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં રેલવે, માર્ગ, વીજળી અને કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા અનેક મહત્વપૂર્ણ ર્નિણયો લેવામાં આવ્યા હતા.