કેશોદમાં જુગાર રમતા ૮ ઝડપાયા
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા. ૧૭
કેશોદના ઈન્દીરાનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ૮ શખ્સોને કેશોદ પોલીસે રૂા.૧૦પપ૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર કેશોદ પોલીસ મથકે ઈન્દીરાનગરમાં જાહેરમાં જુગાર રમતા અશોક સામત પરમાર, જીતુ અમુ લુણેસીયા, સંજય કરશન રાઠોડ, વિપુલ મુકેશ ખરવડ, વિરેન્દ્ર કાંતી ખરવડ, શુભમ વિનોદ સાંગાણી, વિકાસ ભુપત રાઠોડ, વનરાજ રાજેશ મેરીયાને રૂા.૧૦પપ૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે.


