જૂનાગઢ ગિરનારી ગણેશ મહોત્સવમાં લોકો ઉત્સાહ સાથે જોડાઈ અને ગણપતિ દાદાની આરાધના કરે છે

જૂનાગઢ ગિરનારી ગણેશ મહોત્સવમાં લોકો ઉત્સાહ સાથે જોડાઈ અને ગણપતિ દાદાની આરાધના કરે છે

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.ર૧
જૂનાગઢના પ્રજા વત્સલ ધારાસભ્ય સંજય કોરડીયા દ્વારા શહેરના મધ્યે ઝાંસીના પૂતળા પાસે સુંદર મજાના પંડાલમાં ગણપતિ ઉત્સવ   ગિરનારી ગણેશ મહોત્સવનો સુંદર મજાનું આયોજન કરાયું છે. જેમાં દરરોજ રાત્રિના અગ્રણી, આગેવાનો, સાધુ-સંતો, જાહેર જીવનના આગેવાનો, સામાજિક અને જુદાજુદા વિભાગના અધિકારી મિત્રો વગેરેની હાજરીમાં ગણપતિદાદાની મહાઆરતીનું સુંદર મજાનું આયોજન ધામિર્ક વાતાવરણ વચ્ચે મહાનુભાવના હસ્તે આરતી ઉતારવાનો અને સાથે સાથે દરરોજ પંડાલ ખાતે સુંદર મજાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે. સાથે સાથે લોકોને ઉપયોગી એવું સરકારી યોજનાના ફોર્મ વગેરે ત્યાં સ્થળ ઉપર જ તેમના કાર્યકર્તાઓ દ્વારા ફોર્મ ભરી દેવામાં આવે છે અને સમજણ આપવામાં આવે છે. તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું પણ સુંદર મજાનું આયોજન છે. એમાં લોકો ઉત્સાહથી પોતાનું બ્લડ ડોનેટ કરી રહ્યા છે. આવું સુંદર મજાનું આયોજન ધારાસભ્ય દ્વારા થઈ રહ્યું છે. સંજયભાઈની સહજતા જુઓ મહેમાનોને આવકારવા અને વેલકમ કરવા જાતે હાજર રહે છે અને દરેક મહેમાનોને મંચ તરફ દોરી જઈ એમના હાથે ગણપતિ દાદા વિઘ્નહર્તાની આરતી ઉતારવામાં આવે છે. આ સુંદર મજાનો ગિરનારી ગણેશ મહોત્સવ શહેરમાં એક ધામિર્ક લાગણી સાથે લોકોને જોડવાનો અને લોક ઉપયોગી થવાનો અનેરો આ મહોત્સવ સંજયભાઈ દ્વારા જે ઉજવાઈ રહ્યો છે તેને સૌ કોઈએ બિરદાવી અને સંજયભાઈ અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.