ડો. સુભાષ યુનિવસિર્ટીની સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ક્ષેત્રે વધુ એક સિદ્ધિ

ડો. સુભાષ યુનિવસિર્ટીની સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ક્ષેત્રે વધુ એક સિદ્ધિ

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.ર
ડો. સુભાષ યુનિવસિર્ટી, જૂનાગઢ ખાતે શનિવાર, તા.૩૧-૧૦-૨૦૨૬ના રોજ વિદ્યાર્થીઓમાં નવીનતા, સંશોધન અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાના હેતુથી સ્ટાર્ટઅપ અને પેટન્ટ વિકાસ માટે કુલ રૂા.૩,૬૧,૦૦૦ની ગ્રાન્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલ અંતર્ગત કુલ ૫૩ ટીમોએ નોંધણી કરાવી હતી, જેમાંથી ૧૯ ટીમોની પસંદગી કરવામાં આવી હતી. પસંદગી પામેલી ટીમોમાં ૧૬ ટીમો સ્ટાર્ટઅપ વિકાસ માટે અને ૩ ટીમો પેટન્ટ સંબંધિત કાર્ય માટે પસંદ કરવામાં આવી હતી. સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન સેલ દ્વારા વિદ્યાર્થીઓને તેમના નવીન વિચારોને વ્યવહારુ સ્વરૂપ આપવા માટે જરૂરી માર્ગદર્શન, પ્રોત્સાહન અને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. ડો. સુભાષ યુનિવસિર્ટીના સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ક્ષેત્રે અત્યાર સુધીની સિદ્ધિઓમાં ૫૫થી વધુ પેટન્ટ ફાઇલિંગ, ૧૨થી વધુ સ્ટાર્ટઅપ્સની સ્થાપના, ૭,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની વિવિધ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પ્રવૃત્તિઓમાં ભાગીદારી તથા ૧.૫ લાખથી વધુ વિદ્યાર્થીઓ સુધી સ્ટાર્ટઅપ અને ઉદ્યોગસાહસિકતા અંગે જાગૃતિ પહોંચાડવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, યુનિવસિર્ટી દ્વારા અત્યાર સુધીમાં કુલ રૂા.૨૮ લાખનું ફંડિંગ વિતરિત કરવામાં આવ્યું છે. સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન સેલ, ડો. સુભાષ યુનિવસિર્ટી, જૂનાગઢનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, સંશોધનક્ષમતા અને ઉદ્યોગસાહસિકતાની ભાવના વિકસાવી તેમને આર્ત્મનિભર અને સફળ ઉદ્યોગસાહસિક બનવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ પ્રસંગે પસંદગી પામેલી તમામ ટીમોને સંસ્થાના પ્રમુખ રાજભાઈ ચાવડા, પ્રોવોસ્ટ ડો. દીપક પટેલે અભિનંદન પાઠવી તેમની નવીન પહેલ અને સર્જનાત્મક પ્રયાસોને બિરદાવ્યા હતા.