શિવરાત્રીનાં મેળામાં વાહન પ્રતિબંધના અમલીકરણ માટે તંત્ર સજ્જ

ફરજ ઉપર તૈનાત કર્મચારીથી લઈ જુદી-જુદી સેવા માટે જનારા લોકો, અશકત વૃધ્ધ માટે પણ વ્યવસ્થા

શિવરાત્રીનાં મેળામાં વાહન પ્રતિબંધના અમલીકરણ માટે તંત્ર સજ્જ

જૂનાગઢ તા. ૭
જૂનાગઢ ભવનાથ તળેટી ખાતે યોજાનાર આગામી શિવરાત્રીના મેળાની જાેરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. જેમ જેમ દિવસ પસાર થઈ રહયા છે ેતેમ તેમ તંત્ર દ્વારા એક પછી એક પગલા લેવાઈ રહયા છે અને આયોજનબધ્ધ કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહયો છે. દરમ્યાન શિવરાત્રીનાં મેળામાં આ વર્ષે ભવનાથ વિસ્તારમાં એટલે કે ભરડાવાવ તેમજ ગિરનાર દરવાજાનાં ગેટથી જ વાહન પ્રવેશવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવી રહયો છે. મેળામાં વાહન પ્રતિબંધની કડક રીતે અમલવારી કરવામાં આવે તેવા નિર્દેશો મળી રહયા છે. 
શિવરાત્રી મેળો ર૦ર૬ ને મીની કુંભ મેળા જેટલી જ ભવ્યતાથી ઉજવણી કરવાના આયોજનનાં ભાગરૂપે જીલ્લા કલેકટર અનીલકુમાર રાણાવાસીયા, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહીલ અને વિવિધ  વિભાગમાં અધિકારી પદાધિકારી સતત કાર્યરત છે. શિવરાત્રી મેળાને દિવ્ય સ્વરૂપ અને ભવ્ય બનાવવાના ભાગરૂપે ઘણી બધી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. આ વર્ષે સૌથી મોટી વાત એ છે કે, શિવરાત્રીનાં મેળાને વિરાટ સ્વરૂપ એટલે કે તેનો વ્યાપ વધારવામાં આવ્યો છે. રવાડી રૂટ લંબાવવામાં આવ્યો છે.  તો બીજીતરફ ગિરનાર દરવાજા અને ભરડાવાવથી જ શિવરાત્રી મેળો છે કે, તળેટી સુધી સર્જાઈ અને સમગ્ર વિસ્તારમાં શિવરાત્રી મેળાનો માહોલ ઉભો થાય તે માટેનું આયોજન કરવામાં આવેલ છે. શિવરાત્રી મેળાનાં પ્રારંભથી લઈ સમાપન સુધીનાં કાર્યક્રમ અંગેની વિગતો તંત્ર દ્વારા સોમવાર સુધીમાં આપવામાં આવે તેમ મનાઈ છે. વિશેષમાં શિવરાત્રીના મેળામાં આવનાર સંતો, ભાવિકો અને આમ જનતાને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે કે અગવડતા ન પડે તે માટેની સુંદર વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. શિવરાત્રી મેળામાં ધારણા મુજબ જ ૧૦ લાખથી વધુ ભાવિકો ઉમટી પડનાર છે. ત્યારે ટ્રાફીકને લગતા કોઈ પ્રશ્નો સર્જાય નહીં તે માટે વાહન પ્રવેશ ઉપર સંપુર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ખાસ કરીને ભરડાવાવ અને ગિરનાર દરવાજાથી અંદર વાહનને પ્રવેશ ન આપવો તેવો નિર્ણય તંત્ર દ્વારા  લેવાયો છે.  શિવરાત્રીના મેળામાં સેવાકર્મી ઉપરાંત વિવિધ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓને ફરજનાં સ્થાન ઉપર લેવા કે લઈ જવા મુકવાની  વ્યવસ્થા સિનીયર સિટીઝન  માટે અલગથી વ્યવસ્થા તેમજ મીડીયા કર્મી માટે પણ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા અલગથી વાહનની વ્યવસ્થા કરનાર હોવાનું જણાવાયું છે.  દરમ્યાન આ વખતનાં શિવરાત્રી મેળામાં વાહનોને પ્રવેશ પ્રતિબંધનો નિર્ણય લેવાઈ રહયો છે. તંત્રનાં આ નિર્ણય સામે જાે કે વિરૂધ્ધનાં સુર પણ છેડાયા છે અને સામાન્ય લોકોની જેમ વીઆઈપીને પણ વાહનો સાથે પ્રવેશ ન આપવો જાેઈએ તેવી ચર્ચા અને વ્યાપક ફરીયાદો છે. 
જાે કે તંત્ર દ્વારા એક બાબત તો નકકી છે જ આગામી તા.૧૧ ફેબ્રુઆરીથી તા.૧પ ફેબ્રુઆરી દરમ્યાન યોજાનાર  શિવરાત્રીના મેળામાં સલામતી અને સુરક્ષાનાં કારણોસર શિવરાત્રીના મેળામાં વાહન પ્રતિબંધ માટેની જે પ્રમાણે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેનો કડક અમલ કરવામાં આવશે તેવા નિર્દેશો મળી રહયા છે.