તહેવારો પહેલા મોંઘવારીનો ડામ : કોમર્શિયલ ગેસ સીલીન્ડરના ભાવમાં રૂા.૬ર.પ૦ નો વધારો

તહેવારો પહેલા મોંઘવારીનો ડામ : કોમર્શિયલ ગેસ સીલીન્ડરના ભાવમાં રૂા.૬ર.પ૦ નો વધારો

(એજન્સી)    નવી દિલ્હી તા.૦૧:
આજથી ઓક્ટોબર મહિનો શરૂ થઈ ગયો છે. આ મહિને દશેરા છે, ત્યારબાદ દિવાળી છે. આ પહેલા, દેશની સરકારી તેલ માર્કેટિગ કંપનીઓએ ૧૯ કિલોગ્રામના કોમશિર્યલ અથવા કન્ફેક્શનરી સિલિન્ડરના ભાવમાં રૂા.૬૨.૫૦નો વધારો કર્યો છે. આ વધારાથી દિલ્હીમાં સિલિન્ડરનો ભાવ રૂા.૨,૮૧૦ થયો છે. સતત બીજા મહિને થયેલા આ ભાવવધારાથી હોટેલ, રેસ્ટોરન્ટ, ઢાબા અને કેટરિગ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ માટે મુશ્કેલી ઊભી થઈ છે, કારણ કે આ વધારાથી તેમનું પ્રોડક્શન કોસ્ટ વધી જશે અને પરિણામે બહાર ખાવાનું મોંઘું બની શકે છે..આજથી દેશભરમાં નવા ભાવ લાગુ થયા છે.એક તરફ જ્યાં કોમશિર્યલ સિલિન્ડર મોંઘો થયો છે, ત્યાં બીજી તરફ ઘરગથ્થુ રાંધણ ગેસ વાપરતી ગૃહિણીઓ માટે રાહતના સમાચાર નથી. ૧૪.૨ કિલોના ઘરમાં વપરાતા સિલિન્ડરના ભાવમાં કંપનીઓએ કોઈ ફેરફાર કર્યો નથી. એટલે કે તેમને કોઈ રાહત આપવામાં આવી નથી. હિન્દુસ્તાન પેટ્રોલિયમ પાસેથી મળેલી માહિતી અનુસાર, આ વધારા પછી દિલ્હીમાં ૧૯ કિલોગ્રામના કોમશિર્યલ સિલિન્ડરનો ભાવ રૂા.૨,૮૧૦ થયો છે. ગઈકાલ સુધી તે રૂા.૨,૭૪૭.૫૦ માં ઉપલબ્ધ હતો. કોલકાતા નજીક હાવડામાં, આ સિલિન્ડરનો ભાવ હવે રૂા.૨,૯૫૯ પર પહોંચી ગયો છે. ગઈકાલ સુધી તે રૂા.૨,૮૮૪ માં ઉપલબ્ધ હતો. આનો અર્થ એ થયો કે પ્રતિ સિલિન્ડરનો ભાવ રૂા.૭૫ નો વધારો થયો છે. મુંબઈમાં, ભાવ હવે વધીને રૂા.૨,૭૬૪.૫૪ થયો છે. ગઈકાલ સુધી, આ સિલિન્ડરનો ભાવ રૂા.૨,૭૦૧.૦૦ હતો.