યુપીએસસીના ૧૦૦ વર્ષ પૂર્ણ : ભારત મંડપમ ખાતે વડાપ્રધાને કાર્યક્રમને સંબોધન કર્યું : સ્મિત મચ્છરનો ઉલ્લેખ કર્યો

યુપીએસસીના ૧૦૦ વર્ષ પૂર્ણ : ભારત મંડપમ ખાતે વડાપ્રધાને કાર્યક્રમને સંબોધન કર્યું : સ્મિત મચ્છરનો ઉલ્લેખ કર્યો

(એજન્સી)    નવી દિલ્હી તા.૦૧:
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભારત મંડપમ ખાતે સંઘ લોક સેવા આયોગ (UPSC)ના ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. મોદીએ સૌથી પહેલાં ફ્લાયદુબઈની ફ્લાઇટને દુર્ઘટનાથી બચાવનાર પાઇલટ સ્મિત મચ્છરનો ઉલ્લેખ કર્યો હતો.
મોદીએ કહ્યું- ગઈકાલે એક હિંદુસ્તાની પાઇલટ સ્મિતે ૯-૧૧ જેવી ઘટના બનતી અટકાવી. આજે મારી તેમના માતા-પિતા સાથે વાત થઈ. આજે આખી દુનિયા તેમના પર ગર્વ કરી રહી છે. દેશવાસીઓને પ્રાર્થના કરું છું કે સ્મિતના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરે.
યુનિયન પબ્લિક સવિર્સ કમિશન (UPSC)ની સ્થાપનાના ૧૦૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુરુવારે દિલ્હીના ભારત મંડપમમાં શતાબ્દી સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યક્રમના મુખ્ય અતિથિ છે. 
તેમણે લોક સેવા આયોગો સાથે જોડાયેલા ૧૦૦ ઐતિહાસિક ર્નિણયો પર આધારિત પુસ્તકનું વિમોચન કર્યું હતું. સાથે જ શતાબ્દી સ્મારક સિક્કો અને વિશેષ ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી.

ગુજરાતી પાયલોટ સ્મિત મચ્છરની બહાદુરીની વિશ્વવ્યાપી પ્રશંસા
ગઈકાલે દુબઈથી તેલ અવીવ જતી ફ્લાઈટમા અફડા-તફડી બાદ ગુજરાતી પાયલોટ સ્મિત મચ્છરે ૧૮૦ જેટલા મુસાફરોના પોતાના જીવના જોખમે જીવ બચાવી લીધા બાદ વિશ્વના અનેક નેતાઓએ ગુજરાતી પાયલોટ ઉપર અભિનંદનની વર્ષા કરી છે.
વિશ્વમાં ગુજરાતીઓ ગૌરવ લઈ શકે એવા આ પાયલોટનું નામ છે સ્મિત ઉપેન્દ્રભાઈ મચ્છર (બ્રહ્મ ક્ષત્રિય)મૂળ સુરેન્દ્રનગરના વઢવાણના છે અને વર્ષોથી તેઓ મુંબઈ સ્થાયી થયેલા છે. સ્મિતના દાદા જેન્તીભાઈ મચ્છર વર્ષો પહેલા વઢવાણથી મુંબઈ સ્થાયી થયા હતા પિતા ઉપેન્દ્રભાઈ મચ્છરનો જન્મ પણ મુંબઈ થયો હતો અને ત્યાં ટેક્સટાઇલ મિલ ચાલુ કરી હતી.