બનારસી સાડીમાં સારા તેંડુલકરનો રોયલ લુક, ડાયમંડ નેકલેસે વધારી સુંદરતા
પેસ્ટલ ગ્રીન સાડી અને સ્ટાઇલિશ બ્લાઉઝમાં સારા તેંડુલકરના ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ, ફેન્સ થયા મંત્રમુગ્ધ
મુંબઈ, તા. 11
ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર સોશિયલ મીડિયા પર પોતાની ફેશન સેન્સ અને સ્ટાઇલિશ લુકને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. હવે ફરી એકવાર સારાએ પોતાના ટ્રેડિશનલ અંદાજથી ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. સારાએ સોશિયલ મીડિયા પર શેર કરેલા નવા ફોટોઝમાં તેનો રોયલ અને એલિગન્ટ અવતાર જોવા મળ્યો છે, જેને ફેન્સ તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે.
સારાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા ફોટોઝમાં પેસ્ટલ ગ્રીન રંગની કત્થન સિલ્ક બનારસી હેન્ડલૂમ સાડી પહેરી છે. આ સાડીને તેણે ઓફ-વાઈટ કલરના પ્યોર સેટિન સિલ્ક અને ઓર્ગેન્ઝા સિલ્કથી તૈયાર કરાયેલા કોર્સેટ-સ્ટાઈલ બ્લાઉઝ સાથે સ્ટાઇલ કરી છે. ટ્રેડિશનલ બનારસી સાડી સાથે મોડર્ન ડિઝાઈનના બ્લાઉઝનું કોમ્બિનેશન સારાના સમગ્ર લુકને અલગ અને આકર્ષક બનાવે છે. સાડી અને બ્લાઉઝનું ડિઝાઈનિંગ જાણીતી ફેશન બ્રાન્ડ તિલ્ફી દ્વારા કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.
સારાએ પોતાના આ લુકને વધુ શાહી ટચ આપવા માટે ડાયમંડનું સ્ટેટમેન્ટ નેકલેસ પહેર્યું છે. તેની સાથે મેચિંગ કફ બ્રેસલેટ પણ જોવા મળે છે. જ્વેલરીની પસંદગીએ તેના સાડી લુકને વધુ ભવ્ય બનાવી દીધો છે. મેકઅપની વાત કરીએ તો સારાએ ભારે મેકઅપને બદલે સોફ્ટ અને નેચરલ ગ્લેમ લુક પસંદ કર્યો છે, જે તેના સમગ્ર આઉટફિટ સાથે ખૂબ જ સુંદર રીતે મેચ થાય છે.
હેરસ્ટાઈલમાં સારાએ લો બન રાખ્યો છે અને આગળની તરફ વાળની કેટલીક લટો ખુલ્લી રાખી છે. હાથમાં ફૂલોનો ગુલદસ્તો લઈને સારાએ કેમેરા સામે અલગ-અલગ પોઝ આપ્યા છે. તેના આ ફોટોઝમાં તેની સ્માઈલ અને આત્મવિશ્વાસભર્યો અંદાજ ખાસ જોવા મળી રહ્યો છે.
સારાનો આ રોયલ સાડી લુક સામે આવતા જ સોશિયલ મીડિયા પર તેના ફોટોઝ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ફેન્સ તેના ટ્રેડિશનલ લુક અને ફેશન સેન્સના વખાણ કરી રહ્યા છે. ખાસ કરીને બનારસી સાડી સાથે ડાયમંડ જ્વેલરી અને મોડર્ન બ્લાઉઝનું કોમ્બિનેશન સોશિયલ મીડિયા યુઝર્સનું ધ્યાન ખેંચી રહ્યું છે. સારા તેંડુલકરના આ લેટેસ્ટ લુકે ફરી એકવાર સાબિત કર્યું છે કે તે ટ્રેડિશનલ અને કન્ટેમ્પરરી ફેશનને ખૂબ જ સુંદર રીતે કેરી કરી શકે છે.


