રાજકોટના હેમુગઢવી હોલ ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘રાજ્ય કક્ષાના સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ ૨૦૨૬-૨૭’નો ભવ્ય શુભારંભ

સાયન્સ ડ્રામા સ્પર્ધામાં ૩૨૬ નાટકમાંથી વિજેતા બનેલી ટીમો પહોંચી રાજકોટ

રાજકોટના હેમુગઢવી હોલ ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘રાજ્ય કક્ષાના સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ ૨૦૨૬-૨૭’નો ભવ્ય શુભારંભ

રાજકોટ તા.૧૫
"સેવા સંકલ્પ અભિયાન" અંતર્ગત વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળની નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ્સ સાથે સંકલિત ‘રાષ્ટ્રીય વિજ્ઞાન નાટક મહોત્સવ ૨૦૨૬-૨૭‘ની રાજ્ય કક્ષાની સ્પર્ધાનું રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અત્યાર સુધીમાં રાજકોટ,  મોરબી, જામનગર, અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને પોરબંદર જિલ્લાની ટીમોએ આટિર્ફિશિયલ ઇન્ટેલિજન્સ: મિત્ર, સાધન કે ખતરો, ઇલેક્ટ્રિક વાહનો : આગળનો માર્ગ, આંતરતારકીય આવાસ, મહાસાગરોનું પુનર્જીવન - પેઢીઓનું સંરક્ષણ સહિતના વિષયો પર નાટ્ય-કૃતિઓ રજૂ કરી છે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા કલા અને રંગભૂમિ ક્ષેત્રના અગ્રણીઓ પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદી, સંજય ગોરડિયા, વિરલ રાચ્છ અને ભરત યાજ્ઞિક ઉપસ્થિત રહ્યા છે. જ્યારે નાટકોના મૂલ્યાંકન માટે નયન ભટ્ટ, અરવિંદ રાવલ, રાજુ યાજ્ઞિક, કપિલ દેવ શુક્લ અને અખ્તર સૈયદ જેવા અનુભવી તજજ્ઞોની પેનલ નિર્ણાયક તરીકે સેવા આપી રહ્યા છે. ફેસ્ટિવલના બીજા દિવસે તા. ૧૫ ઓક્ટોબરે સવારે ૮:૩૦ કલાકથી ડાંગ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, બનાસકાંઠા, સુરત, દાહોદ, તાપી અને નવસારી જિલ્લાની ટીમો દ્વારા વિજ્ઞાનના વિવિધ વિષયોને નાટ્યરૂપે રજૂ કરવામાં આવશે.