ર૮ થી ૩૦ સપ્ટેમ્બર સુધી રાષ્ટ્રવ્યાપી બેંક હડતાલ  સતત પાંચ દિવસ બેન્કીંગ કામગીરી ઠપ્પ રહેશે

ર૮ થી ૩૦ સપ્ટેમ્બર સુધી રાષ્ટ્રવ્યાપી બેંક હડતાલ  સતત પાંચ દિવસ બેન્કીંગ કામગીરી ઠપ્પ રહેશે

(એજન્સી)     નવી દિલ્હી તા.૨૧
આગામી ૨૮થી૩૦ સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસ દેશવ્યાપી બેન્ક હડતાલને જોતા ભારતીય સ્ટેટ બેન્ક- એસબીઆઈ તેના કરોડો ગ્રાહકો માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. ૨૬ અને ૨૭ વીકલી રજા અને ૨૮થી૩૦ ત્રણ દિવસની હડતાલના કારણે બેન્કનું કામકાજ સતત પાંચ દિવસ ઠપ્પ રહેશે.
બેન્કે ચેતવણી આપી છે કે જે કામ માટે બેન્ક શાખા જવું કે કર્મચારીઓની સીધી મદદ જયાં અનિવાર્ય છે. તેમણે હડતાલ શરૂ થાય તે પહેલા જ કામ પુરા કરી લેવા.
સોશિયલ મીડીયા પર પોસ્ટ કરીને એસબીઆઈએ ગ્રાહકોને અનુરોધ કર્યો છે કે હડતાલના સમયગાળા દરમિયાન કોઈપણ અસુવિધાથી બચવા વૈકલ્પિક રસ્તાનો સહારો લેવો.
રોકડની જરૂરિયાતો પુરી કરવા માટે નજીકના એટીએમ અને ગ્રાહક સેવા કેન્દ્રો (સીએસપી)નો ઉપયોગ કરો. રોજબરોજની લેવડ-દેવડ, બિલ પેમેન્ટ અને પૈસા ટ્રાન્સફર કરવા માટે એસબીઆઈ યોનો એપ, ઈન્ટરનેટ બેન્કીંગ, મોબાઈલ બેન્કીંગ અને યુપીઆઈ જેવા ડિજીટલ માધ્યમોનો ઉપયોગ કરવા જણાવાયું છે.