વિયેતનામમાં ૩ દિવસમાં પ૦ ઈંચ વરસાદ ખાબક્યો : ૪૧ના મોત
હેનોઈ તા.૨૧:
વિયેતનામમાં છેલ્લા ત્રણ દિવસથી વરસતા મુશળધાર વરસાદે ભારે તબાહી મચાવી છે. સતત પડી રહેલા વરસાદે શહેરો અને ગામોને પાણીમાં ગરકાવ કરી દીધાં છે, જેના કારણે લોકો પોતાના ઘરોની છતો પર ફસાયા છે અને અનેક વિસ્તારો સંપર્કવિહોણા બની ગયા છે. ત્રણ દિવસમાં પ૦ ઈંચથી વધુ વરસાદ પડતાં નદીઓમાં પાણીનો ભારે પ્રવાહ શરૂ થયો છે અને ઘણા પુલ વહી ગયા છે. આ પુર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં ૪૧ લોકોનાં મોત થયા હોવાનું પુષ્ટિ થયું છે, જ્યારે અનેક લોકો હજી પણ ગુમ હોવાનું સામે આવી રહ્યું છે.


