જૂનાગઢ તાલુકા પંચાયતના પ્રમુખ ઈન્દુબેન અનકભાઈ ભોજક અને ઉપપ્રમુખ તરીકે અંજનાબેન દિવ્યેશભાઈ મારૂની વરણી

જૂનાગઢ તાલુકા પંચાયતના પ્રમુખ ઈન્દુબેન અનકભાઈ ભોજક અને ઉપપ્રમુખ તરીકે અંજનાબેન દિવ્યેશભાઈ મારૂની વરણી

જૂનાગઢ તા. રપ
જૂનાગઢ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ઈન્દુબેન અનકભાઈ ભોજક તેમજ ઉપપ્રમુખ તરીકે અંજનાબેન દિવ્યેશભાઈ મારૂની વરણી કરવામાં આવતા તેમને વ્યાપક આવકાર આપવામાં આવી રહયો છે. 
તાજેતરમાં સ્થાનિક સ્વરાજયની યોજાયેલી ચુંટણીનું પરીણામ જાહેર થતા જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ અને આમ આદમી પાર્ટીને ૯-૯ બેઠકો મળતા ‘ટાઈ’ સર્જાણી હતી. બંને પક્ષને સરખી જ બહુમતી પ્રાપ્ત થતા કોણ પ્રમુખ પદ ધારણ કરશે તે અંગે ભારે સસ્પેન્સ ભર્યુ વાતાવરણ રહયુ હતું. દરમ્યાન આજરોજ જૂનાગઢ તાલુકા પંચાયતની એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જૂનાગઢ તાલુકા પંચાયતનાં પ્રમુખ તરીકે બિલખા-ર બેઠકના ભાજપના ઉમેદવાર ઈન્દુબેન અનકભાઈ ભોજકની વરણી કરવામાં આવી હતી. જયારે ઉપપ્રુમખ તરીકે અંજનાબેન દિવ્યેશભાઈ મારૂની વરણી કરવામાં આવી હતી. તાલુકા પંચાયત કચેરી ખાતે ભાજપના ૯ સભ્ય ઉપસ્થિત રહયા હતા. અને આમ આદમી પાર્ટીના ૪ સભ્યો ઉપસ્થિત રહયા હતા. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહીલ અને ડીડીઓ દ્વારા પ્રમુખ પદ નિમવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૯ સભ્યોમાંથી ભાજપનાં ઈન્દુબેન અનકભાઈ ભોજક પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે અંજનાબેન મારૂને જાહેર કરવામાં આવ્યા હતા.
જૂનાગઢ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણીનુ કાર્ય સંપન્ન થતાં ચુંટાયેલા હોદેદારોને અભિનંદનની વર્ષા કરવામાં આવી હતી.