શિવરાજપુર બીચ પર ઓખા મરીન પોલીસનું સફાઈ અભિયાન
(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.ર૪
સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ઓખા મરીન પોલીસ સ્ટેશન દ્વારા દ્વારકા નજીક આવેલા શિવરાજપુર બ્લુ ફ્લેગ બીચ ખાતે શ્રમદાન સાથે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. બીચ પર સ્વચ્છતા જળવાઈ રહે અને મુલાકાતીઓમાં પણ સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તે હેતુથી યોજાયેલા આ અભિયાનમાં પોલીસ સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ અભિયાન થકી જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા તેમજ પર્યાવરણ પ્રત્યે જવાબદારી નિભાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ સફાઈ અભિયાનમાં ઓખા મરીન પોલીસ સ્ટાફ ઉપરાંત એસ.ઓ.જી., મરીન ટાસ્ક ફોર્સના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.


