જૂનાગઢનાં ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા ગણપતિ ઉત્સવની ઉત્સાહભેર થયેલી ઉજવણી
આજે સવારે ૧૦૮ દિવડાની મંગળા આરતી કરાઈ
જૂનાગઢ તા. ૧૮
જૂનાગઢ શહેરનાં ગાંધીગ્રામ વિસ્તારમાં ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા ગણપતિ ઉત્સવની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. ગત તા. ૧૪ સપ્ટેમ્બરથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો હતો અને આજે પાંચ દિવસ સાથે સમાપન કરવામાં આવી રહયું છે. આજે સવારે ૧૦૮ દિવડાની મંગળા આરતી કરવામાં આવી હતી. આ તકે વીરાભાઈ મોરી, મેહુલભાઈ કોઠારી, મેણશીભાઈ વાજા, શાહરૂખભાઈ મકવાણા, જીગ્નેશભાઈ દવે, યશભાઈ જાેટાણીયા, મનસુખભાઈ હડીયલ, પ્રફુલભાઈ શાહ, ભાવેશ મોરી, સરમણભાઈ આહિર, નાથાભાઈ આહિર, સુરેશભાઈ સચાણીયા, લાખાભાઈ ઝાલા, મજીદભાઈ ચૌહાણ સહિતનાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા. ગાંધીગ્રામની જનતા તેમજ સી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં સહકારથી ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.


