જૂનાગઢમાં ઘોડીપાસાના જુગાર અંગે દરોડો - ૧૦ ઝડપાયા 

જૂનાગઢમાં ઘોડીપાસાના જુગાર અંગે દરોડો - ૧૦ ઝડપાયા 
AI Image

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.૧ર
જૂનાગઢના ઝાલોરાપા રોડ પર આવેલ એપાર્ટમેન્ટના ત્રીજા માળે ફલેટમાં ચાલતા ઘોડીપાસાનો જુગારધામ પર ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી ૧૦ શખ્સોને રૂા.૧,પર,૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે.  આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે ઝાલોરાપા રોડ પર આવેલ પ્રિન્સ-એ એપાર્ટમેન્ટના ત્રીજા માળે અશલમભાઈ બસીરખાન બ્લોચના કબ્જા ભોગવટાના ફલેટમાં ઘોડીપાસાનો જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે દરોડો પાડી ફલેટ માલીક અશલમ બ્લોચ સહિત જુગાર રમવા આવેલ યુનુસ ઉર્ફે ચક્કી ઉર્ફે ભુરો લતીફ શેખ, નેહલ સલીમ લાચારી, મુસ્તુફા ઉર્ફે શેઠ અમીન મારફાણી, મહેબુબ ઉર્ફે ગડો મહંમદ પઠાણ, ધવલ મુકેશ બોરીચા, અરૂણ ઉર્ફે મામો દિનેશ જેઠવા, ફેઝલ ઈનાયતખાન ગોપાંગ, સોયબ અમીન ગબોલ અને પ્રદીપ ઉર્ફે જાડો ઉર્ફે પદીયો વિનુ સરવૈયાને રૂા.૩૯૩૦૦ રોકડ, નાલના રૂા.ર૭૦૦, પ મોબાઈલ અને ર મોટર સાયકલ મળી કુલ રૂા.૧,પર,૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે.