જૂનાગઢમાં રેલ્વે સ્ટેશન નજીક પ્લે બાઈટ જંકશનનો ભવ્ય શુભારંભ
મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ : અભિનંદન અને શુભકામના પાઠવાઈ
જૂનાગઢ તા. ર૮
જૂનાગઢ શહેરની જનતાને નવલુ નજરાણુ આપવાનાં શુભ હેતુ સાથે તાજેતરમાં જ રેલ્વે સ્ટેશન નજીક પ્લે બાઈટ જંકશનનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ તકે વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓ, મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહયા હતાં. અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.
ગત શનિવારે જૂનાગઢ શહેરનાં રેલ્વે સ્ટેશન નજીક પ્લે બાઈટ જંકશન હોટલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્લે બાઈટ જંકશનમાં ચા, પાણી, ભજીયા, ગાઠીયા સહીતની ચટપટી વાનગીઓ ઉપરાંત પીકલ બોલ, સ્નુકર, બોક્ષ ક્રિકેટ, Ps5 ગેમીંગ સહીતનું ગેમઝોન પણ મુલાકાતીઓ માટે ઉપલબ્ધ બનાવવામાં આવ્યું છે. પ્લે બાઈટ જંકશન જૂનાગઢની જનતાની સેવામાં મુકતા અત્યંત આનંદની લાગણી અનુભવતા પ્લે બાઈટ જંકશનનાં શૈલેષભાઈ દવે, દર્શન શેઠ, કૌશલ કોઠીવાડ, રાજેશભાઈ પાટડીયા, અંકિત કતીરા અને જીગર જાેષીએ જણાવ્યું હતું કે શહેરની જનતાને ઉત્તમ કવોલીટીવાળી વાનગી તેમજ ગેમ ઝોન પણ મળી શકે તે માટેની આ વ્યવસ્થા કરવામાં આવી છે. અને જેને શહેરીજનો તેમજ મુલાકાતીઓ ચોકકસ આવકારશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. આ શુભારંભ પ્રસંગે પૂર્વ મંત્રી જવાહરભાઈ ચાવડા, જૂનાગઢનાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા તેમજ મનપાનાં મેયર ધર્મેશ પોશીયા, ડે. મેયર આકાશ કટારા, શાસક પક્ષનાં નેતા મનન અભાણી, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા, ભાજપ અગ્રણી પ્રદિપભાઈ ખીમાણી, વેપારી અગ્રણી કિશોરભાઈ ચોટલીયા સહીતનાં વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતાં અને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.


