મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ અંતર્ગત બારડોલીથી સોમનાથ સુધીની યોજાઈ રહેલી સરદાર સન્માન યાત્રા ગાધીનગર આવી પહોંચતા યાત્રાનું સ્વાગત તથા સરદાર સાહેબની ભાવ વંદના કરી





આ પ્રસંગે મંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ એચ.એસ. પટેલ, નરહરિભાઈ અમિન, ધારાસભ્યશ્રીઓ કૌશિકભાઈ વેકરિયા, જે.વી.કાકડિયા, જનકભાઈ તળાવિયા, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ, ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા, ગાંધીનગરના મેયર શ્રી મીરાબહેન, જિલ્લા પંચાયતના પ્રમુખ શિલ્પાબેન તથા શહેર પ્રમુખ આશિષ દવે અને વિશાળ સંખ્યામાં નાગરિકો, સહકારી અને સામાજિક, સ્વૈચ્છિક સંસ્થાના અગ્રણીઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા.


