વેરાવળ બંદર વિસ્તારમાં દુકાનમાં લાગેલ આગને ફાયરબ્રીગેડે કાબુમાં લીધી

વેરાવળ બંદર વિસ્તારમાં દુકાનમાં લાગેલ આગને ફાયરબ્રીગેડે કાબુમાં લીધી

(પ્રતિનિધી દ્વારા)
પ્રભાસ પાટણ તા.20
વેરાવળ બંદર વિસ્તારમાં જેટી ઉપર આવેલ પેટ્રોલ પંપ સામેની એક દુકાનમાં ગતરાત્રે બે વાગ્યા અચાનક આગ લાગતા જેની જાણ ફાયર બ્રીગેડને કરવામાં આવતા ફાયર બ્રીગેડના સ્ટાફ જીતેન્દ્રસિંહ ગોહીલ, વિક્રમ ખટાણા તથા ગોહિલ ચાવડાએ તાત્કાલીક આગ બુઝાવવાના બે વાહનો લઈ પહોંચી આગને કાબુમાં લીધેલ. આગમાં દુકાનનો સંપુર્ણ માલ સામાન બળી ગયેલ છે. પ્રાથમિક અનુમાન મુજબ અંદાજે ત્રણ લાખ રૂપિયાનું નુકશાન થવા પામેલ હોવાનું જાણવા મળેલ છે.