સતત બીજા દિવસે ક્રુડ ઓઈલના ભાવમાં ઉછાળો
(એજન્સી) નવી દિલ્હી,તા.૧૦:
અમેરિકા અને ઈરાન વચ્ચે બે અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત થયા પછી ક્રૂડ ઓઈલના ભાવમાં ૧૫% થી વધુનો ઘટાડો થયો હતો. જોકે, યુદ્ધવિરામને લગતી અનિશ્ચિતતાને કારણે સતત બે દિવસ ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે. શુક્રવારે સવારે, WTI ક્રૂડ ૦.૬૬ ડોલર પ્રતિ બેરલ વધીને ૯૮.૫૩ ડોલર પ્રતિ બેરલ થયું, અને બ્રેન્ટ ક્રૂડ ૦.૭૯ ડોલર પ્રતિ બેરલ વધીને ૯૬.૭૧ ડોલર પ્રતિ બેરલ થયું. કરાર છતાં, હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા શિપિગ ટ્રાફિકને પ્રતિબંધિત કરવાના પ્રશ્નો અને ઇઝરાયલ-લેબનોન હુમલાઓએ તેલ વેપારીઓને ચિતામાં મૂકી દીધા છે. જોકે, ગુરુવારે પરિસ્થિતિ બદલાઈ ગઈ. ઈરાને આરોપ લગાવ્યો કે લેબનોન પર ઈઝરાયલી હુમલાઓને કારણે યુદ્ધવિરામનું ઉલ્લંઘન અને હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા ટેન્કરોની અવરજવર સંપૂર્ણપણે પુન:સ્થાપિત થઈ નથી. સેંકડો ટેન્કરો હજુ પણ રાહ જોઈ રહ્યા છે. આ અનિતિતા બાદ, તેલના ભાવમાં ફરી વધારો જોવા મળ્યો.


